મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં તાલુકા પંચાયત પેટા ચૂંટણીના ચૂંટણી પ્રચાર માટે ઇલેકટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવા અંગે જાહેરનામું


SHARE













મોરબીમાં તાલુકા પંચાયત પેટા ચૂંટણીના ચૂંટણી પ્રચાર માટે ઇલેકટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવા અંગે જાહેરનામું
 
જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેકટરને અરજી કરવાની રહેશે

મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારને ધ્યાને લઇ ટેલીવીઝન ચેનલ અને કેબલ નેટવર્ક ઉપર જાહેરાત આપવા નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારને તેમની જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવા જણાવ્યું છે.જે અન્વયે નોંધાયેલ રાજકીય પક્ષ અને ચુંટણી લડતા ઉમેદવારે તેમની જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અને બીજી કોઇ વ્યકિત અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. ઇલેકટ્રોનિક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણીત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે.આવી જાહેરાત, જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસ વગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેકટર મોરબીને કરવાની રહેશે.

બાગાયતી ખેડુતોને ટ્રેક્ટર ખરીદવા ૪૫૦૦૦ સુધીની સહાય, ૩૦ સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી
 
મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેક્ટર (૨૦ PTO HP ) સુધી ખરીદવા માટે રૂ. ૪૫૦૦૦ સુધીની સહાય બાગાયત ખાતાના નિયમોનુસાર મળવાપાત્ર થાય છે.આ માટે જિલ્લાના બાગાયતી ખેડુતોએ ૩૦-૯-૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓ નાં ક્રમ નંબર:- ૧૭ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજુ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકે યાદીમાં જણાવેલ છે.







Latest News