ટંકારા તાલુકાના કોરોના વોરિયર્સને બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા.લિ. ગ્રૂપ દ્વારા કરાયા સન્માનીત
મોરબીના ટીંબડી ગામે બંધ ટ્રેઇલર પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર પાંચ યુવાનોના મોત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1632333938.jpeg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના ટીંબડી ગામે બંધ ટ્રેઇલર પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર પાંચના મોત
મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે પાટીદાર ટાઉનશીપ નજીક ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ પડેલા ટ્રેલરની પાછળ ટ્રાન્સપોર્ટરની સ્વિફ્ટ કાર ઘૂસી ગઈ હતી જેથી કરીને આ કારમાં બેઠેલા પાંચ રાજસ્થાની ટ્રાન્સપોર્ટરોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા અને મૃતકોની બોડી કારમાં ફસાઈ ગઈ હોવાથી તેને મહા મહેનતે બહાર કાઢવામાં આવી હતી અને મોરબી સિવિલ ખાતે તેની બોડીને ખસેડવામાં આવી હતી
મોરબી-માળીયા હાઈવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટિયા નજીક પાટીદાર ટાઉનશીપ આવેલ છે ત્યાં અશ્વમેઘ હોટલની સામેના ભાગમાં રોડની સાઇડમાં બંધ કરીને પાર્ક કરાયેલ ટ્રેલરની પાછળ સ્વીફટ કાર નંબર જીજે ૩૬ એફ ૧૦૫૯ ઘૂસી ગઈ હતી જેથી કરીને આ કારમાં બેઠેલા પાંચ યુવાનોના મોત નિપજયા હતા અને કારમાં બેઠેલા લોકોની બોડી કારમાં જ ફસડાઈ ગઈ હતી જેથી કરીને કારના પતરાને કાપીને બોડીઓને બહાર કાઢવામાં આવી હતી અને પાંચ મૃતકોની બોડીને એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ અકસ્માતમાં જે લોકોમાં મોત થયા છે તેમાં ચૌધરી કોમ્પલેક્ષ આશિર્વાદ ટ્રાન્સપોર્ટ વાળા આનંદસિંગ શેખાવત રહે. મૂળ ચુરૂ રાજસ્થાન અને હાલ રહે. ગણેશનાગર ટિંબડી પાટિયા, મોરબી-૨, તારાચંદ તેજપાલ બારાલા જાતે જાટ, અશોક બિલેડા, વિજેન્દ્રસિંગ અને પવન મિસ્ત્રીનો સમાવેશ થાય છે અને મૃતક આનંદસિંગ શેખાવત સહિતના પાંચેય ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે અને જો કે આ ઘટનાની જાણ થતાં મોરબીની આસપાસમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા રાજસ્થાની લોકો મોરબી સિવિલે દોડી આવ્યા હતા અને જીલ્લા પોલીસવડા સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો અને રસ્તા ઉપરથી ટ્રાફિક ક્લિયર કરીને ટ્રાફિકને કાર્યરત કરવામાં આવ્યો હતો અને જે કારણો અકસ્માત થયો છે તે લક્ષ્મીનગર ગામ બાજુથી મોરબી ગણેશનગર કે જયા આનંદસિંગ શેખાવત સહિતના પાંચેય ટ્રાન્સપોર્ટ રહેતા હતા તે બાજુ આવી રહી હતી તેવું પ્રાથમી તપાસમાં સામે આવ્યું છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)