મોરબીના ટીંબડી ગામે બંધ ટ્રેઇલર પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર પાંચ યુવાનોના મોત
વાંકાનેરનાં અમરસર ગામે સીમમાં ભેસો ચરાવવા બાબતે બે જુથ વચ્ચે મારા મારી: સામસામી રાયોટિંગની ફરિયાદ
SHARE
વાંકાનેરનાં અમરસર ગામે સીમમાં ભેસો ચરાવવા બાબતે બે જુથ વચ્ચે મારા મારી: સામસામી રાયોટિંગની ફરિયાદ
વાંકાનેર તાલુકાનાં અમરસર ગામની લાંબીધારથી ઓળખાતી સીમમાં ખેતરમાં ભેસ ચરાવવા બાબતે બોલાચાલી, ગાળા ગાળી બાદ ધોકા, પાઇપ અને કુહાડી જેવા હથિયાર સાથે મારા મારિનો બનાવ બનેલ હતો જેમાં બંને પક્ષેથી લગભગ છ લોકોને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવારમાં ખસેડાય હતા અને મારા મારીના આ બનાવમાં બંને પક્ષેથી સામાસમી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાયોટિંગ સહિતનો કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં અમરસર ગામે ભરવાડવાસમાં રહેતા જગાભાઈ વેલાભાઈ ગમારા જાતે ભરવાડ (ઉ.૪૦) એ હાલમાં મહેબુબ હાજીભાઈ, નુંરા હાજીભાઈ, ઈસ્માઈલ હાજીભાઈ, તાજુ ગાજીભાઈ, મહેબુબની ઘરવાળી, ઈસ્માઈલની ઘરવાળી અને નુરાની દીકરી રહે. બધા અમરસર વાળની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અમરસર ગામની લાંબીધારથી ઓળખાતી સીમમાં તે અને વિજય મોનાભાઈ તેઓના માલઢોર ચરાવતા હતા તે દરમ્યાન વિજયની ભેંસ આરોપી મહેબુબ હાજીભાઈના ખેતરમાં જતી રહી હતી જેથી તે ને વિજય તેને હાંકવા જતા આરોપીઓએ એકસંપ કરી હાથમાં મહેબુબ હાજીભાઈએ કુહાડી તથા અન્ય આરોપીઓ લાકડીઓ જેવા હથીયાર ધારણ કરીને આવ્યા હતા અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં મહેબુબ હાજીભાઈએ કુહાડી વડે તેને માથામાં ડાબા કાનથી ઉપરના ભાગે એક ઘા માર્યો હતો જેથી તેને માથામાં ૭ થી ૮ ટાંકાઓ આવ્યા હતા અને બીજા આરોપીઓએ લાકડીઓ મારી હતી જેથી પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
તો સામાપક્ષેથી મહેબુબભાઇ હાજીભાઇ ખોરજીયા જાતે મોમીન મુસ્લીમ (ઉ ૪૪)એ જગા વેલા ભરવાડ, પરબત ભારૂ ભરવાડ, કુવરા ભારૂ ભરવાડ, કમલેશ ગાંડુ ભરવાડ, લીલા ગાંડુ ભરવાડ, રમેશ ભારૂ ભરવાડ, ભાયા જાલા ભરવાડ અને કમલેશ હઠા ભરવાડ તથા બે અજાણ્યા ઇસમો રહે બધા અમરસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને જુવાર વાવેલ છે ત્યાં જગા વેલા ભરવાડની ભેસો ચરતી હોય તે ભેસોને તેઓએ ખેતર બહાર કાઢતા જગા વેલા ભરવાડને સારૂ નહી લાગતા તેનો રોષ રાખીને લાકડી અને પાઈપ જેવા હથીયારો ધારણ કરીને હુમલો કર્યો હતો ફરિયાદી તેમજ નુરમામદ, સઇદાબેનને માર મારીને ઇજાઓ કરી હતી અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૪૭ તથા જીપી એક્ટ કલમ ૩૭(૧) ૧૩૫ તથા ગ્રામ પંચાયત ધારા કલમ ૧૮૩ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે