વાંકાનેરના પંચાસિયામાં પરિણીતા એસીડ પી જતાં મોરબી સારવારમાં ખસેડાઇ
SHARE
વાંકાનેરના પંચાસિયામાં પરિણીતા એસીડ પી જતાં મોરબી સારવારમાં ખસેડાઇ
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે પરિણીતા કોઈ કારણોસર એસીડ પી ગઇ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા જે બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાંકાનેર તાલુકાને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા વિજયભાઈ લખમણભાઇ પરમારના પત્ની પ્રભાબેન (ઉંમર ૨૯) કોઈ કારણોસર પોતાના ઘરે એસીડ પી ગયા હતા જેથી કરીને તેમને પ્રથમ સારવાર માટે વાંકાનેરના ત્યાંથી વધુ સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારની અંદર આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને ક્યા કારણોસર પરણિતાએ એસિડ પીધું હતું તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
એક બોટલ દારૂ
મોરબી તાલુકાના બેલા ગામ પાસેથી પસાર થઈ રહેલા બાઇક નંબર જીજે ૩૬ કે ૫૪૦૮ ને રોકીને પોલીસે તલાસી લેતાં તેમા બેઠેલા બંને યુવાનો પાસેથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૦ હજાર રૂપિયાની કિંમત બાઈક અને ૩૭૫ રૂપિયાની કિંમતનો દારૂ આમ કુલ મળીને ૨૦૩૭૫ રૂપિયાના મુદ્દામાલ સાથે મકસુદ મહંમદભાઈ નકુમ જાતે સંધિ (ઉંમર ૨૧) રહે, જુના બસ સ્ટેન્ડ પાછળ દરગાહની બાજુમાં અને આસિફ ઈસ્માઈલભાઇ ચાનિયા જાતે સંધિ (ઉંમર ૨૧) રહે, સર્કિટ હાઉસ પાસે ભારતનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની દારૂની બોટલ ક્યાંથી આવી તે દિશામાં તપાસ શરૂ કરે છે