મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

હળવદના ગોલાસણ ગામના શખ્સની આઠ ચોરાઉ બાઇક સાથે ધરપકડ, પાંચની શોધખોળ


SHARE











હળવદના ગોલાસણ ગામના શખ્સની આઠ ચોરાઉ બાઇક સાથે ધરપકડ, પાંચની શોધખોળ

હળવદ તાલુકાના ગોલાસણ ગામેથી મોરબી એલસીબીની ટીમે વાહનચોર ગેંગના મુખ્ય સૂત્રધારને દબોચી લીધેલ છે અને તેની પાસેથી આઠ ચોરાઉ બાઇક કબજે કરેલ છે અને કચ્છ જિલ્લાની ત્રણ વાહન ચોરીના ભેદ ઉકેલી નાખેલ છે અને વધુ પાંચ શખ્સોના નામ સામે આવ્યા છે જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે ચંદુભાઈ કણોતરા, ભરતભાઈ જીલરીયા, દશરથસિંહ પરમાર અને તેજસભાઈ વિડજાને મળેલ બાતમી આધારે હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા કરશનભાઇ ભરતભાઈ રાતૈયાને ચોરાઉ બાઈક સાથે પકડવામાં આવેલ છે જેની માહિતી આપતા પોલીસે જણાવ્યુ હતું કે, હાલમાં આ શખ્સની પાસેથી પોલીસે આઠ ચોરાઉ બાઇક કબજે કરેલ છે અને આરોપી કરશનભાઇ ભરતભાઈ રાતૈયાની સાથે અન્ય પાંચ શખ્સો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ચોરાઉ બાઈકની સાથે તેની ધરપકડ કરેલ છે અને જે શખસોના નામ સામે આવ્યા છે તેમાં અમિત જગદીશભાઈ ઉકેડીયા, કિરણ મનુભાઈ સુરેલા, દીક્ષિત ઉર્ફે કાનો રાયધન સુરેલા રહે. ત્રણેય ગોલાસણ, આદર્શ ઉર્ફે આદુ દેવાભાઇ ઉર્ફે ચકુભાઇ ધેણોજા રહે.માટેલ અને વિશાલ મુળજી આતરેસા મૂળ રહે. ગાંધીધામ હાલ કાલિકા પ્લોટ મોરબી વાળાના નામ સામે આવેલ છે જેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે હાલમાં પકડાયેલા આરોપી પાસેથી કચ્છના વાહન ચોરીના ગુનામાં ગયેલા વાહનો કબજે કરીને પોલીસે ત્રણ લાખના ચોરાઉ બાઈક કબજે કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.




Latest News