મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા ત્રણ મુખ્ય માર્ગ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી


SHARE











મોરબીમાં જુદાજુદા ત્રણ મુખ્ય માર્ગ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી

મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તેમ છે.

જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી. પંડયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી અને ભક્તિનગરથી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.૩૧/૧૦ સુધી સવારના કલાક-૮:૦૦ થી રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે  છે આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ.




Latest News