મોરબીમાં વડીલો પાર્જિત જમીનના કેસમાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ના મંજુર
ટંકારાની મિતાણા ચોકડી પાસે કારખાનામાં આગ લાગતી દોડધામ, કોઇ જાનહાની નહી
SHARE
ટંકારાની મિતાણા ચોકડી પાસે કારખાનામાં આગ લાગતી દોડધામ, કોઇ જાનહાની નહી
ટંકારાના મીતાણા ચોકડીથી વાલાસણ તરફ જતાં રોડ પર આવેલ મેગા વિનયલ્સ કંપનીના ઓઈલ પંપમા અડધી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી જેથી મોરબી પાલિકાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જો કે, સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ નથી ટંકારા ફાયર બ્રિગેડની સુવિધા નામે શુન્ય હોય મોરબીની ટિમ પહોચી હતી
મોરબી ફાયર બ્રિગેડના જવાનો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રે એકાદ વાગ્યાના સુમારે ટંકારા તાલુકાના મિતાણા ગામ થી વાલાસણ તરફ મેગા વિનયલ્સ કંપનીના ઓઈલ પંપમા આગ લાગી હોવાનું જાણવા મળતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને કંપનીના ઓઈલ પંપમા લાગેલી આગ પર પાણી સાથે ફોર્મ (કેમીકલ) મિક્સ કરી આગ પર કાબુ મેળવી વાલ બંધ કરેલ તેમજ કુલિંગ કરેલ વધારાના ઓઈલ ટેન્કને ફાયર વિભાગ બચાવી લીધલ છે. ફાયર વિભાગની સુઝબુઝને કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે ઔધોગિક વિસ્તાર ટંકારા માં ફાયરની સુવિધા નામે શુન્ય હોય ફરી એક વાર મદદ માટે મોરબીની ટિમ પહોચી હતી. સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ માલ સામાનનુ કેટલુ નુકસાન થયું છે અને આગ કેમ લાગી એ આગળની તપાસ બાદ જાણવા મળશે. પરંતુ આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ સુધા પણ નથી કે કોઈ નોધ પણ કંપની દ્વારા કરાવવામાં આવી નથી.