મોરબીના નીંચી માંડલ પાસેથી મળી આવેલ બાળકનુ પોલીસે પરીવાર સાથે મિલન કરાવ્યુ
SHARE









મોરબીના નીંચી માંડલ પાસેથી મળી આવેલ બાળકનુ પોલીસે પરીવાર સાથે મિલન કરાવ્યુ
મોરબી તાલુકાના નીંચી માંડલ ગામના સરપંચ પ્રદિપભાઇ કુંડારીયાએ ટેલીફોનથી જાણ કરેલ કે, એક નાનો બાળક નીંચી માંડલ ગામ ખાતે બસમાથી ઉતરી ગયેલ છે અને ભુલો પડેલ છે જેથી મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળાની સુચનાથી જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, આરીફભાઇ હસનભાઇ સુમરા, અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા, મનીષભાઇ જહાભાઇ મિયાત્રા સહિતના ત્યાં દોડી આવ્યા હતા અને બાળકની પુછપરછ કરીને તેનું નામ વિજયભાઇ રમેશભાઇ મૈડા (૮) રહે. રામપુર ગામ તાલુકો રાણાપુર (એમ.પી) વાળો હોવાનુ સામે આવ્યું હતું જેથી રામપુરા ગામે તપાસ કરાવી હતી ત્યાંથી બાળકના સગા મામા હાલે ખોડાપીપર (પડધરી) રહેતા હોવાની અને ખેતી કામ કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બાળકના મામા પપ્પુભાઇ કિશનભાઇ ડામોર જાતે આદીવાસી (૨૦)ને બોલાવીને બાળકને હેમખેમ સુપ્રત કરવામા આવેલ છે
