મોરબીના નીંચી માંડલ પાસેથી મળી આવેલ બાળકનુ પોલીસે પરીવાર સાથે મિલન કરાવ્યુ
મોરબી નજીકના ગુંગણ ગામે પદયાત્રીકો માટે સેવા કેમ્પ શરૂ
SHARE







મોરબી નજીકના ગુંગણ ગામે પદયાત્રીકો માટે સેવા કેમ્પ શરૂ
નવરાત્રિ પહેલા માતાના મઢ પદયાત્રીકો જતાં હોય છે ત્યારે પદયાત્રીકો માટે સેવા કેમ્પમાં રહેવા-જમવાની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ગુંગણ ગામે યુવા ગ્રુપ દ્વારા આ કેમ્પ કરવામાં આવશે.
મોરબી તાલુકાનાં ગુંગણ ગામે યુવા ગૃપ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી પદયાત્રીકોની સેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ તા ૩ થી ૧૧ સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ પણ યાત્રીને મુશ્કેલી ન પડે તે માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ માળિયા હાઇવે પર (અમરનગર) ના પાટિયા પાસે “માં આશાપુરા” પદયાત્રી સેવા કેમ્પના નામથી રાખવામાં આવ્યો છે. જેમાં ૨૪ કલાક રહેવા-જમવા, ચા પાણી,નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે દિગુભા જાડેજા (૯૭૧૪૫ ૩૦૫૧૧), દેવેન્દ્રસિંહ જાડેજા (૯૬૨૪૫૧૮૪૪૬) અને કુલદીપસિંહ જાડેજા (૭૯૮૪૪૪૧૪૩૭) નો સંપર્ક કરવા જણાવ્યૂ છે
