મોરબીમાં મૌલાઈ રાજાસાહેબનો ત્રીદિવસીય ઉર્ષ મુબારક
SHARE







મોરબીમાં મૌલાઈ રાજાસાહેબનો ત્રીદિવસીય ઉર્ષ મુબારક
મોરબી શહેરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ મુબારક આગામી તા ૫ થી ૭ ઓક્ટોમ્બર દરમિયાન મૌલાઈ રાજા સાહેબની દરગાહ ખાતે હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવશે. મૌલાઈ રાજા સાહેબના ત્રીદિવસીય ઉર્ષ મુબારકનો સમસ્ત દાઉદી વ્હોરા સમાજને લાભ લેવા નિમંત્રણ દેવામાં આવ્યું છે.
મૌલાઈ રાજા સાહેબનો ઇતિહાસ ગૌરવશાળી છે. તેમણે ધન વૈભવ ત્યાગીને સમગ્ર જીવન અલ્લાહની બંદગીમાં જીવન સમર્પિત કરી દીધું હતું આવા દાઉદી વ્હોરા સમાજના ઓલિયા મૌલાઈ રાજા સાહેબની પવિત્ર દરગાહને ગુજરાત સરકારે શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ અન્વયે હેરિટેજમાં સમાવેશ કર્યો છે તેમ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી ઝુઝર અમીને જણાવ્યું હતું.
