ટંકારાના ઉગમણા નાકે ઘરની દિવાલ ઉપર પાણી છાંટવા બાબતે પાડોશી મહિલાઓની વચ્ચે બઘડાટી: સામસામી ફરિયાદ
SHARE







ટંકારાના ઉગમણા નાકે ઘરની દિવાલ ઉપર પાણી છાંટવા બાબતે પાડોશી મહિલાઓની વચ્ચે બઘડાટી: સામસામી ફરિયાદ
ટંકારાના ઉગમણા નાકા પાસે ઘરની દિવાલ ઉપર પાણી છાંટવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ ગાળા ગાળી અને પછી મહિલાઓએ વાળ પકડીને એકબીજાને માર માર્યો હતો અને જે બનાવ સંદર્ભે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મૂજબ ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતા લલીતાબેન મોહનભાઈ ચાવડા જાતે અનુ. જાતી (૪૦) એ હાલમાં મંજુબેન દિગુભાઈ સોલંકી અને દિગુભાઈ કરસનભાઈ સોલંકી રહે. બને ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તમે જણાવ્યું છે કે મંજુબેન પોતાના ઘરમાંથી ફરિયાદીના ઘરની દિવાલ પાસે પાણીની નળી ચાલુ રાખી હતી જેથી દિવાલમાં પાણી જતું હોય પાણીની નળી બંધ કરવા માટે કહ્યું હતું ત્યારે મંજુબેન ઉસકેરાઈ ગયા હતા અને તેને જેમ ફાવે તેમ ગાળો આપીને ફરિયાદી મહિલાને વાળ પકડીને જમીન ઉપર પછાડીને ઇજા કરી હતી અને તેના પતિએ તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં મંજુબેન સોલંકી તથા તેના પતિ દિગુભાઈ સોલંકીની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો સામાપક્ષેથી મંજુબેન દિગુભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (૩૮)એ હાલમાં લલીતાબેન મોહનભાઈ ચાવડા અને મોહનભાઈ માવજીભાઈ ચાવડા રહે. બંને ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યૂ છે કે તેઓ પોતાના ઘરની બાજુમાં આવેલ પોતાના પ્લોટમાં શાકભાજી અને નાના રોપા વાવેલ હોય તેમાં નળીથી પાણી છાંટતા હતા તે વખતે લલિતાબેન ત્યાં આવ્યા હતા અને કેમ અમારી દિવાલમાં પાણી છાંટેશ તેવું કહીને ઉસકેરાઈ ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા અને ગાળો બોલવાની ના પાડતા તેણે ફરિયાદીના વાળ પકડીને જમીન ઉપર પછાડીને તેને ઈજા કરી હતી અને તેના પતિ મોહનભાઈ ચાવડાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
૩ બોટલ દારૂ
હળવદની સરા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા બાઇક નં જીજે ૩૬ એ ૨૯૫૩ ને રોકીને પોલીસે તે બાઈક ઉપર જઈ રહેલા શખ્સને ચેક કર્યઓ હતા ત્યારે તેની પાસેથી દારૂની એક મોટી અને બે નાની આમ કુલ મળીને ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૪૦ ની કિંમતની દારૂની ત્રણ બોટલ તથા ૩૫,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૩૫,૪૪૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી શેરમહમદ ઇબ્રાહીમભાઇ ભટ્ટી જાતે મિયાણા મુસ્લિમ (૨૮) રહે ચરાડવા કેટી મીલ પાસે હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સદ્દામ ગુલમમહમદ ભટ્ટી જાતે મિયાણા રહે, ચરાડવા વાળા નું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે
