ટંકારાના ઉગમણા નાકે ઘરની દિવાલ ઉપર પાણી છાંટવા બાબતે પાડોશી મહિલાઓની વચ્ચે બઘડાટી: સામસામી ફરિયાદ
હળવદના સુસવાવ ગામે માવતરે રહેતી પરિણીતાને કારીવાર બાબતે પતિ-સાસુનો ત્રાસ
SHARE







હળવદના સુસવાવ ગામે માવતરે રહેતી પરિણીતાને કારીવાર બાબતે પતિ-સાસુનો ત્રાસ
હળવદ તાલુકામાં માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિ અને સાસુ સામે કરિયાવર ઓછો લાવી છો તેમ કહીને શારીરિક માનસિક ત્રાસ અને મારકૂટ કરતાં હોવાની મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ કચ્છના રાપરના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા દીનાબા વિરેન્દ્રસિંહ જાડેજા (૩૨) એ તેના પતિ વિરેન્દ્રસિંહ મંગુભા જાડેજા અને સાસુ પ્રવિણાબા મંગુભા જાડેજા રહે. બંને રાપર વાળાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓને નાની નાની બાબતોમાં તથા રસોઈ કામ બાબતે અને કરિયાવર ઓછો લાવી છો તેમ કહીને મેણાંટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને મારકૂટ કરતા હતા જેથી કરીને હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના પતિ અને તેની સાસુ સામે ગુનો નોંધી બંનેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એચ. લગધિરકા ચલાવી રહ્યા છે
એક બોટલ
મોરબીના જેલ ચોક પાસેથી પસાર થતી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૮૩૨ ને રોકીને તેમાં બેઠેલા ત્રણ શખ્સોને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧,૦૧,૫૦૦ ની કિંમતના મુદ્દા માલ સાથે એજાજભાઈ રહેમાનભાઈ ચૌહાણ જાતે સિપાહી જાતે મુસ્લિમ (૨૮) રહે પંચાસર રોડ જનક નગર સોસાયટી મોરબી, તોહીદભાઈ અજીતભાઈ ચૌહાણ જાતે સિપાઈ જાતે મુસ્લિમ (૧૯) રહે જહોસનગર શેરી નં-૮ મોરબી અને ઇમરાન સલીમભાઈ કટિયા જાતે મિયાણા મુસ્લિમ (૨૫) રહે લાતી પ્લોટ શેરી નંબર ૧૧ મોરબી વાળાની પોલીસે ધરપકડ કરે છે અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ શખ્સો પાસેથી મળી આવેલ મોંઘી દાટ દારૂની બોટલ તે કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે
