મોરબીમાં ગુજસીટોકના કેસ ઝડપાયેલા રફીક માંડવિયા સહિત સાત આરોપીના સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટે રિમાન્ડ કર્યા મંજુર
SHARE









મોરબીમાં ગુજસીટોકના કેસ ઝડપાયેલા રફીક માંડવિયા સહિત સાત આરોપીના સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટે રિમાન્ડ કર્યા મંજુર
મોરબીમાં મમુદાઢીની હત્યા કરવામાં આવી છે તે ગુનામાં પોલીસે ગુજસીટોકનો ઉમેરો કરેલ છે અને જિલ્લામાં ગુજસીટોક હેઠળ નોંધાયેલા પ્રથમ ગુનામાં છેલ્લે બે આરોપીઓને પકડવામાં આવેલ છે તેને રિમાન્ડની માંગણી સાથે રાજકોટમાં સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે ૨૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે આ સાથે એક આરોપીને દસ દિવસ અને અન્ય ચારને છ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલાયા છે.
જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન મુજબ મોરબીના મમુદાઢી હત્યા કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તથા સતત ગુનાહિત પ્રવૃતિઓ કરતા હોવાથી તમામ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા કોર્ટ સમક્ષ રજૂઆત કરાતા આરોપીઓ ઇસ્માઇલ બ્લોચ, ઈરફાન બ્લોચ, ઇલ્યાસ ડોસાણી, એજાજ ચાનીયા, રફીક માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ, જુનેદ હુસેન ચાનીયા, અસલમ ઉર્ફે ટાવર, કૌશલ ઉર્ફે કવો, સુનિલ ઉમેશ સોલંકી અને ઈરફાન અલ્લારખાભાઈ ચિચોદરા સહિત ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકની કલમ ઉમેરાઈ હતી.
આ કેસમાં પકડાયેલા આરોપી રીયાજ ઇકબાલ જુણાચ (સંધી) (ઉ.૨૯) રહે. કાલીકા પ્લોટ અને મુસ્તુ દાદુભાઇ ઉર્ફે દાઉદભાઇ દાવલીયા (પીંજારા) (ઉ.૨૨) રહે. મકરાણીવાસ વાળના તા ૨૩/૧૦ સુધી એટલે કે ૨૦ દિવસના રીમાન્ડ મંજુર કરાયા છે. આરોપી રફીક રજાક માંડવીયા (મેમણ) (ઉ.૫૭) ના તા.૧૪/૧૦ સુધી ૧૦ દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કરાયા છે. તો આરોપી ઇસ્માઇલ યારમામદ બ્લોચ, ઇરફાન યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, એજાજભાઇ આમદભાઇ ચાનીયાના તા. ૧૦/૧૦ સુધી ૬ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટે બંને પક્ષકારોની લંબાણપૂર્વકની દલીલોના અંતે મોડી સાંજે હુકમ કરી તમામ આરોપીઓના માંગ્યા મુજબના તમામ દિવસોના રિમાન્ડ મંજુર કર્યા છે. ગુજસીટોકના ગુનાઓમાં સૌરાષ્ટ્રના સ્પેશ્યલ પી.પી. તુષાર ગોકાણી દ્વારા કરવામાં આવેલી રજુઆતો - દલીલો અદાલતે માન્ય રાખી હતી.
