મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બહેનોની તાલીમ માટેનું આયોજન
SHARE









મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બહેનોની તાલીમ માટેનું આયોજન
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૨ થી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન નિમિત્તે આજરોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે બહેનોની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બહેનોને આ કેન્દ્રમાં ફરજ બજાવતા હેતલબેન મણવર દ્વારા “મારું ઘર સ્વચ્છ તો ગામ સ્વચ્છ, ગામ સ્વચ્છ તો મેરા ભારત સ્વચ્છ” આધારિત બહેનોને સ્વચ્છતા તંદુરસ્તી નો પાયો છે અને પોષણ વ્યવસ્થાની અગત્યતા ઉપર માર્ગદર્શન આપવામાં આવે છે આ પ્રસંગે બહેનોને ગામના કચરામાંથી અળસિયાનું ખાતર કઈ રીતે બનાવવુ તે ઉપરાંત ગાયના છાણ અને ગૌમુત્રમાંથી જીવામૃત બનાવવા વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું હતું
