મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા ગરબા હરિફાઇનું આયોજન
SHARE
મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા ગરબા હરિફાઇનું આયોજન
નવરાત્રિ આવે એટલે ખેલૈયાઓના હૈયે અનેરો ઉમંગ હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા નવરાત્રિ દરમ્યાન ઓપન મોરબી ગરબા હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું છે અને આ હરીફાઈ આગામી તા ૧૫ ના રોજ યોજાશે
મોરબી ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા "ઓપન મોરબી ગરબા" હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ૫ વર્ષથી લઈને ૧૫ વર્ષ સુધીની દિકરીઓ ભાગ લઈ શકશે આ હરિફાઈની એન્ટ્રી ફી ૫૦ રૂપિયા રાખેલ છે અને વિજેતા થયેલા પ્રથમ ત્રણ સ્પર્ધકોને ઈનામ આપવામાં આવશે તેમજ દરેક સ્પર્ધકને ધીરૂભાઈ સુરેલીયા તરફથી પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે. અને હરીફાઈમાં ભાગ લેવા માટેની એન્ટ્રી વંદનાબેન જોષી (૮૧૨૮૬ ૩૮૩૮૦), ધર્મિષ્ઠાબેન વ્યાસ (૯૯૭૮૪ ૮૧૨૯૦), ભાવેશભાઈ દોશી (૯૪૨૬૯ ૪૨૪૪૯), હર્ષદભાઈ ગામી (૯૮૯૮૮ ૮૬૫૮૫) પાસે તા. ૫ થી ૧૦ સુધીમાં કરાવવાની રહેશે અને હરીફાઈ તા ૧૫ ને દસેરાના દિવસે બપોરે ૪ થી ૭ વાગ્યા સુધી યોજાશે.