હળવદના માથક ગામે મકાનમાંથી ૪૭ બોટલ દારૂ- ૧૪૪ બિયરના ટીન સાથે એક પકડાયો: એકની શોધખોળ
મોરબીની પંચાસર ચોકડી પાસેથી પિસ્તોલ-કાર્ટીઝ સાથે એક ઝડપાયો
SHARE
મોરબીની પંચાસર ચોકડી પાસેથી પિસ્તોલ-કાર્ટીઝ સાથે એક ઝડપાયો
મોરબી પંથકમાં બે દિવસમાં ચાર હથિયાર મળ્યા હતા તેવામાં વધુ એક હથિયાર મળી આવ્યું છે જેમાં મોરબી પંચાસર ચોકડી પાસે પાનના ગાલ્લે ઉભેલા શખ્સની પાસે હથિયાર હોવાની માહિતી મળી હતી તેના આધારે પોલીસે તેને ચેક કરતાં તેની પાસેથી દેશી બનાવટની મેગ્ઝન વાળી પીસ્તોલ તથા કાર્ટીઝ મળી આવેલ હતી જેથી પોલીસે ૧૦,૧૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં પંચાસરના એક શખ્સની ધરપકડ કરી હતી
મોરબી એલ.સી.બી.ના શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને સયુંકત ખાનગી બાતમી મળી હતી કે, હીતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે. પંચાસર વાળો મોરબી પંચાસર ચોકડી પાસે આવેલ ડીલક્ષ પાન પાસે ઉભેલ છે જેના પેન્ટના નેફામાં હથીયાર છે તે ચોકક્સ બાતમી આધારે પંચાસર રોડ ઉપર ડીલક્ષ પાન પાસેથી આરોપી હીતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા વિક્રમસિંહ ઝાલા જાતે દરબાર (ઉ. ૨૫) રહે, પંચાસર વાળાને ચેક કરતાં તેની પાસેથી દેશી બનાવટની મેજીન વાળી એક પીસ્તોલ અને એક કાર્ટીઝ મળતા પોલીસે ૧૦,૧૦૦ ના મુદામાલ સાથે ઑરોપીની ધરપકડ કરેલ છે અને એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ કલમ ૨૫ (૧-બી), એ મુજબ ગુન્હો નોંધાવેલ છે આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજાની સૂચનાથી પીએસઆઈ એન.બી.ડાભી, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ કુગસીયા, રણવીરસિંહ જાડેજા અને સતીષભાઇ કાંજીયાએ કરી હતી