હળવદના વાંકીયા ગામે એસિડ પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબીના છાત્રાલય રોડ ઉપર ૨૪ કલાક ગટરની ગંદકીથી વેપારીઓ-લોકો ત્રાહિમામ
SHARE
મોરબીના છાત્રાલય રોડ ઉપર ૨૪ કલાક ગટરની ગંદકીથી વેપારીઓ-લોકો ત્રાહિમામ
મોરબીના સનાળા રોડ ઉપર સરદાર બાગ પાસેથી કન્યા છાત્રાલય બાજુ જવાના રસ્તા ઉપર ૨૪ કલાક ગટરના ગંદા પાણી ઉભરાતા હોય છે જેથી કરીને ત્યાં દુકાન ધરાવતા વેપારીઓ તેમજ માલ સામાનની ખરીદી કરવા માટે મોરબી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં લોકોને નાછૂટકે ગંદકીમાંથી પસાર થવું પડતું હોય છે આટલું જ નહીં હાલમાં શાળા કોલેજો શરૂ થઈ ગઈ છે ત્યારે મોરબી અને આસપાસના વિસ્તારમાથી અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવતા હોય છે તેઓને પણ આ ગંદકીની વચ્ચેથી પસાર થવું પડે છે આમ મોરબી પાલિકાની બેદરકારીને લીધે ૨૪ કલાક આ રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતા હોય છે જેથી સ્થાનિક વેપારીઓ અને લોકોમાં ભારે રોષની લાગણી છે ત્યારે વહેલામાં વહેલી તકે મોરબીના પોશ વિસ્તાર ગણાતા સનાળા રોડ અને કન્યા છાત્રાલય રોડ ઉપરથી ગટરની ગંદકીને દૂર કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે