મોરબી સબ જેલ ખાતે લીગલ અવેરનેસ કાર્યક્ર્મ યોજાયો
SHARE









મોરબી સબ જેલ ખાતે લીગલ અવેરનેસ કાર્યક્ર્મ યોજાયો
ભારત સરકાર દ્વારા ચાલતા “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અને “NALSA” નામદાર સુપ્રિમ કોર્ટ તરફથી મળેલ ગાઈડ લાઇન અનુસાર લીગલ અવેરનેસ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવે છે ત્યારે મોરબી સબ જેલ ખાતે તેમજ અન્ય શહેરી વિસ્તારમાં લોકોમાં કાયદાકીય અવેરનેસ આવે તે હેતુથી લીગલ અવેરનેસ કાર્યક્ર્મનું મોરબી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સહયોગથી કરવામાં આવે છે અને મોરબી સબ જેલ ખાતે યોજાયેલા કાર્યક્ર્મમાં જે.એમ.પરીખ (એડવોકેટ), એમ.એચ.દવે (જીલા બાર સેક્રેટરરી), જી.એલ.ડાભી (એડવોકેટ) તેમજ વાય.જે.જાડેજા (એડવોકેટ) હાજર રહ્યા હતા અને જરૂરી માહિતી અને માર્ગદર્શન તેઓએ આપ્યું હતું
