મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રહેતા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ


SHARE

















વાંકાનેરમાં રહેતા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ

મૂળ વાંકાનેર નજીકના વઘાસીયા ગામના અને હાલ વાંકાનેરના સીટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ કરી જવાતા ફરિયાદ નોંધાવા પામેલ છે.

વાંકાનેર સિટી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ વઘાસીયાના રહેવાસી અને હાલ વાંકાનેર સીટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દિકરીનું વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામનો રહેવાસી દિપક શામજી રંગપરા કોળી નામનો ઇસમ ગત તા.૨૮-૯ ના રાત્રિના અઢી વાગ્યાના સુમારે અપહરણ કરી ગયો હોય તેની સામે ભોગ બનેલ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા હાલ પીએસઆઇ બી.જી.સરવૈયાએ અપહરણની કલમ ૩૬૩,૩૬૬ મુજબ દિપક કોળી સામે ગુનો નોંધીને તેની તેમજ ભોગ બનેલ સગીરાની ભાળ મેળવવા આગળની તપાસ હાથ ધરી છે.

૯૮ લીટર દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે બે જુદીજુદી જગ્યાઓએ રેડ કરીને કુલ ૯૮ લિટર દેશી દારૂ સાથે બે શખ્સોને પકડી પાડયા છે અને એક ઈસમનું નામ ખુલ્યુ હોય તેની શોધખોળ હાથ ધરી છે. મોરબીના વીશીપરા વિસ્તારમાં પ્રજાપત નળીયાના કારખાના પાસે રહેતા ધર્મેશ ઉર્ફે ધમો જગદીશ મેર જાતે કોળી નામના ૨૩ વર્ષીય યુવાનના ઘર પાસે બાવળની કાંટમાંથી ૮૦ લીટર દેશીદારૂ કિંમત રૂપિયા સોળસો સાથે પોલીસે ધર્મેશને પકડી પાડયો હતો અને તેને પુછપરછ દરમ્યાન સિકંદર કાદર ભટ્ટી રહે.રણછોડનગર સરદારજીના બંદલા પાસે મોરબી વાળાની પણ સંડોવણી હોવાની કેફીયત આપી હોય હવે પોલીસે સિકંદર ભટ્ટીની શોધખોળ હાથ ધરી છે.જ્યારે મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા સતીશ મગન દેથરીયા કોળી નામના ૩૫ વર્ષીય યુવાનને સેન્ટમેરી સ્કુલ પાછળ આવેલા ખુલ્લા મેદાનમાંથી પોલીસે ૧૮ લીટર દેશી દારૂ કિંમત રૂા.૩૬૦ સાથે પકડી પાડ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે લાલબાગ પાછળ આવેલ રોટરીનગર બ્લોક નંબર-૮૮ માં રહેતા રમેશભાઈ ગણેશભાઈ ડોડીયા નામના ૫૪ વર્ષીય આધેડ ઘર નજીકથી પગપાળા જતા હતા ત્યારે કોઈ એક્ટીવા ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત રમેશભાઈને અહીંની સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.




Latest News