માળીયા, ટંકારા અને મોરબીમાથી ૮ બોટલ દારૂ સાથે ૩ ની ધરપકડ
SHARE









માળીયા, ટંકારા અને મોરબીમાથી ૮ બોટલ દારૂ સાથે ૩ ની ધરપકડ
મોરબી જિલ્લાના માળીયા, ટંકારા અને મોરબી પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે જુદાજુદા સમયે દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૮ બોટલ દારૂ સાથે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હાલમાં દારૂના ધંધાર્થીઓને પકડવામાં આવી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકના ધુનડા (સ) ગામે રોડ પરથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેને પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૯૦૦ રૂપિયાના દારૂના મુદામાલ સાથે નવલસીંગ ફતીયાભાઈ ભુરીયા ઉ.૨૮ રહે, હાલ ધુનડા(સ) મુળ કોસેટા જિલ્લો દાહોદ વાળાની ધરપકડ કરેલ છે આવી જ રીતે મોરબી વાવડીરોડ કબીરઆશ્રમ પાછળ કેનાલ પાસે દારૂની રેડ કરી હતી ત્યારે બે બોટલ દારૂ સાથે ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા ઉ.૪૦ રહે. વાવડીરોડ કબીર આશ્રમની બાજુમાં મારૂતિનગર મુળ તારાણા તાલુકો જોડીયા વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે ૬૦૦ના દારૂ સાથે તેની ધરપકડ કરી હતી જયારે માળીયા પોલીસે માળીયા-હળવદ હાઈ-વે પર માણાબા ગામના પાટીયા પાસેથી પસાર થતાં લાલજીભાઈ બાબુભાઈ ધંધાણીયા ઉં.૨૬ રહે, સુલતાનપુર વાણંદ શેરી વાળાને રોકીને ચેક કરતાં તેની પાસેથી દારૂની શીલબંધ ૩ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૯૦૦ ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી
