મોરબીના માધાપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા
SHARE









મોરબીના માધાપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા
મોરબી માધાપર શેરી નંબર ૨૨ ના નાકા પાસે જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને જુગાર રમતા ત્રણ શખ્સ ત્યાથી મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૫૫૦ ની રોકડ સાથે જુગારીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માધાપર શેરી નંબર ૨૨ ના નાકા પાસે જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સતીષભાઇ ધીરજલાલ ગણેશીયા જાતે કોળી ઉ.૩૧, ચેતનભાઇ કિરીટભાઇ ગોહેલ જાતે વાણંદ ઉ.૨૮ અને મનીષભાઇ દેવકરણભાઇ ખાણધર જાતે સતવારા ઉ.૩૨ જાહેરમા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૪૫૫૦ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે
આરોપી ઝડપાયો
ટંકારા તાલુકા પીએસઆઈ બી.ડી. પરમારની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને ખાનગીરાહે ચોકકસ બાતમી મળેલ હતી કે ટંકારા વિસ્તારમા સાધુના વેશમા લુટ ચલાવી છેલ્લા એકાદ વર્ષથી ફરાર આરોપી અમદાવાદના એક્સપ્રેસ હાઈવે લાલગેબી સર્કલ પાસે આવવાનો છે જેથી ત્યાં વોચ રાખીને આરોપી રાજુનાથ નટવરનાથ પઢીયાર રહે, હાલ પીપળજ ગામ શંકરભગવાનના મંદિર પાસે તાલુકો અમદાવાદ વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીએ ટંકારામાં લુટ અને જામનગરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે
