મોરબીમાં લાખો લોકોને રોજગારી આપતા સિરામિક-પેપર મિલ ઉદ્યોગને ટકાવી રાખવા માટે સીએમને રજૂઆત
મોરબી કલેક્ટરને આવેદન પાઠવીને હસ્ત કાલા મેળાનું સ્થળ બદલવાની માંગ
SHARE
મોરબી કલેક્ટરને આવેદન પાઠવીને હસ્ત કાલા મેળાનું સ્થળ બદલવાની માંગ
મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડમાં દરવર્ષે હસ્ત કાલા મેળાનું આયોજન કરવામાં આવે છે જો કે, તેના સ્થળને બદલાવવા માટેની અગાઉ પેટા ચૂંટણી સમયે રજૂઆત કરવામાં આવૈ હતી તેમ છતાં પણ હાલમાં એલ.ઇ. ગ્રાઉન્ડમાં હસ્ત કાલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેને સ્થળાન્તર કરવાની યુવાનોએ માંગણી કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીનું એક માત્ર એલઇ ગ્રાઉન્ડ યુવા માટે ક્રિકેટ તેમજ આર્મી, નેવી, એર ફોર્સ, પોલીસની ભરતી માટે તૈયારી કરવાનું સ્થળ છે તેમજ સિનિયર સિટીજન ચાલવા આવતા હોય છે ત્યારે આ મેદાનમાં મેળા ન કરવા માટે રજૂઆત કરી હતી અને બીજા સ્થળે મેળા કરવા માંગણી કરી હતી અને તે વખતે કલેક્ટર તેમજ સૌરભભાઈ પટેલે આ મેદાનમાં હવે મેળાનું આયોજન નહિ કરવામાં આવે તેવી ખાતરી આપી હતી જો કે, હાલમાં ત્યાં મેળા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરવામાં આવી છે અને કલેક્ટર તેમજ એલ.ઇ. કોલેજના પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી છે