મોરબીના જુના બસ સ્ટેશન પાસે અને સાવસર પ્લોટ વર્લીના આંકડા લેતા ૩ ઝડપાયા: બેની શોધખોળ
મોરબીમાં પ્રેમ લગ્ન કરનારા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધોકા વડે કર્યો હુમલો
SHARE
મોરબીમાં પ્રેમ લગ્ન કરનારા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધોકા વડે કર્યો હુમલો
મોરબીના ત્રાજપર ગામમાં રહેતો યુવાન અગાઉ ભરવાડ સમાજની દીકરીને ભગાડી ગયો હતો જે વાતનો ખાર રાખીને મોરબીના શક્તિચોકમાં યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ટકો ભરવાડ સહિતના ત્રણ શ્ખ્સોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ત્રાજપર ગામમાં રહેતા અમીતભાઈ જગદીશભાઈ ટીડાણી જાતે કોળી (ઉ.૨૭) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટકો ભરવાડ રહે. શોભેશ્વર ધાર વિસ્તાર અન્ય બીજા બે શખ્સો એમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના શક્તિચોક તથા વીશીપરા હનુમાનજી મંદીરની પાસે આરોપીઓએ તને માર માર્યો હતો કેમ કે, ફરિયાદી ટકો ભરવાડના સમાજની છોકરીને આજથી છએક માસ પહેલા ભગાડી ગયેલ હતો તે વાતનુ મન;દુખ રાખીને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપીને ટકો ભરવાડે લાકડી વડે જમણા પગમા ફેકચર તથા જમણા હાથમા તથા શરીરે મુઢ ઈજાઓ કરી હતી તેમજ અન્ય બે શખ્સોએ લાકડી વડે માર માર્યો હતો જેથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે