મોરબી જિલ્લાના માટેલ ધામ ખાતે માતાજીના આશીર્વાદ લેતા માજી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
મોરબીના જુના બસ સ્ટેશન પાસે અને સાવસર પ્લોટ વર્લીના આંકડા લેતા ૩ ઝડપાયા: બેની શોધખોળ
SHARE
મોરબીના જુના બસ સ્ટેશન પાસે અને સાવસર પ્લોટ વર્લીના આંકડા લેતા ૩ ઝડપાયા: બેની શોધખોળ
મોરબીના જુના બસ સ્ટેશન પાસે અને સાવસર પ્લોટ મેઇન રોડ વરલી જુગારની બે રેડ કરવામાં આવી હતી ત્યારે વરલીના આંકડા લેતા કુલ મળીને ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ ૧૦૭૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આ શખ્સો જેની પાસે કપાત કરાવતા હતા તે બે શખ્સોને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જુના બસ સ્ટેશન પાસે ચામુંડા ચા વાળી શેરીમાં વરલી જુગાર રમતા હોવાની બાતમી આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સોયબ ઓસમાણભાઇ નકુમ જાતે સંધી (ઉ.૩૪) રહે. જોન્સનગર શેરી નં-૮ મદ્રાસા પાસે અને કબીરશા
અલીશા કાદરી જાતે સૈયદ (ઉ.૫૪) રહે. વીશીપરા કુલીનગર-૨ હુશેની ચોક વાળો જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે બે મોબાઇલ અને રોકડ ૪૦૦૦ મળીને કુલ ૯૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આ શખ્સો સલીમ ઉર્ફે ડાડો નેકમામદભાઇ ભટી રહે. જોન્સનગર વાળા પાસે કપાત કરાવતા હોવાની માહિતી મળેલ હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
મોરબી જુના બસ સ્ટેશન પાસે સાવસર પ્લોટ મેઇન રોડ ઉપર વરલીનો જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે મનસુખભાઇ કરમશીભાઇ પરમાર જાતે દલવાડી (ઉ.૩૦) રહે. માધાપર શેરી નં-૧૮ અંબીકા રોડ પાછળ વાળો વર્લી ફીચરના આકડા લખી જુગાર રમાડતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે રોકડ રૂપિયા ૧૭૦૦ ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી જાવીદ નેકમામદ ભટ્ટી રહે. જોન્સનગર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના સામાકાંઠે શોભેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ જૈન સોસાયટીમાં રહેતા મુકુલ દેવજીભાઇ સોલંકી નામના ૨૨ વર્ષીય યુવાને કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવારમાં ખસેડાયો હતો બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.રાજકોટના રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે આવેલા ગુણાતીતનગરમાં રહેતા હિરાભાઇ મીઠાભાઈ ચાવડા નામના ૮૦ વર્ષીય વૃદ્ધને બાઇક સ્લીપ થઈ જવાના બનાવમાં ઇજાઓ થતાં સારવાર અર્થે અહીંની સાગર હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે ટંકારાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતો રાજ રસિકભાઈ લો નામનો ૧૨ વર્ષીય બાળક પોતાના ઘર નજીક સાયકલ લઈને જતો હતો તે દરમિયાન પડી જતાં તેને પણ સારવારમાં ખસેડાયો હતો.
વૃદ્ધા સારવારમાં
મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા અને મૂળ જૂનાગઢના લક્ષ્મીબેન વિનોદભાઈ અગ્રાવત જાતે બાવાજી નામના ૬૨ વર્ષીય વૃદ્ધા પોતાના પુત્રની સાથે બાઇકમાં જતા હતા ત્યારે નવલખી રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા લક્ષ્મીબેન અગ્રાવતને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના રહેવાસી મૂળજીભાઈ સવજીભાઈ મકવાણા નામના ૩૬ વર્ષીય યુવાનનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેથી તેને પણ સારવારમાં ખસેડાયો હતો.