મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષોની સભા/લાઉડ સ્પીકર સહિતની ૮૫ મંજૂરી અપાઈ


SHARE









મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષોની સભા/લાઉડ સ્પીકર સહિતની ૮૫ મંજૂરી અપાઈ

લોકસભાની ચૂંટણી - ૨૦૨૪ અન્વયે પ્રચાર પ્રસાર માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮૫ જેટલા કાર્યકમો/આયોજનોને મંજૂરીઓ આપવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા લાગુ થાય ત્યારથી રાજકીય પક્ષો દ્વારા યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમો/આયોજનો ઉપર ચૂંટણી તંત્ર દ્વારા નિયંત્રણ રાખવામાં આવતું હોય છે. રાજકીય પક્ષો કોઈ કાર્યક્રમ યોજવા ઇચ્છુક હોય ત્યારે તેમના દ્વારા જિલ્લા ચૂંટણી તંત્ર પાસે મંજૂરી મેળવી કાર્યક્રમો યોજવાના હોય છે. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ આગામી ૭ તારીખે લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજનાર છે. ત્યારે ૧૬ માર્ચ કે જ્યારથી આદર્શ આચારસંહિતા લાગુ પડી ત્યારથી લઇ અને અત્યાર સુધીમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલી ૮૫ જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આ ૮૫ અરજીઓમાંથી ૫૬ અરજીઓ રાજકોટ સંસદીય મતવિસ્તાર માટે અને ૨૯ અરજીઓ કચ્છ સંસદીય મતવિસ્તાર માટેની છે આ અરજીઓમાં લાઉડ સ્પીકર સાથેની સભા, લાઉડ સ્પીકર, રેલી, શેરી સભાઓ, કામ ચલાઉ ધોરણે પક્ષની ઓફિસ ઉભી કરવી, ડોર ટુ ડોર પ્રચાર સહિત વિવિધ કાર્યક્રમો/આયોજનો માટે મંજૂરીઓ માંગતી અરજીઓ કરવામાં આવી હતી. જે અરજીઓ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે.




Latest News