મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષોની સભા/લાઉડ સ્પીકર સહિતની ૮૫ મંજૂરી અપાઈ
કચ્છ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર-પોલીસ ઓબ્ઝર્વરએ સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કર્યું
SHARE
કચ્છ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર-પોલીસ ઓબ્ઝર્વરએ સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કર્યું
આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત કચ્છ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર બચનેશ અગ્રવાલ અને પોલીસ ઓબ્ઝર્વર સુનિલકુમાર મિણા કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ - મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલ પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. ઓબ્ઝર્વરઓએ મોરબીમાં પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી ઈવીએમ કમિશનીંગની કામગીરીનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચૂંટણી તંત્રના અધિકારી અને કર્મચારીઓ તેમજ ઈવીએમ કમિશનીંગની કામગીરી હેઠળ ફરજ પરના કર્મચારીઓને જરૂરી સુચનો કર્યા હતા. આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી, મોરબી ગ્રામ્ય મામલતદાર નિખીલ મહેતા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.