માળીયા (મી)ના મોટીબરાર ગમે પ્રાથમિક શાળામાં ધો.૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
મોરબીમાં હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાનાર ૨૪ માં હિન્દુ-મુસ્લિમ સમુહ લગ્નમાં જોડાવા અપીલ
SHARE
મોરબીમાં હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાનાર ૨૪ માં હિન્દુ-મુસ્લિમ સમુહ લગ્નમાં જોડાવા અપીલ
૫૧ હિન્દુ ૫૧ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક એવા એક મંડપ નીચે દર વર્ષની જેમ નિકાહ અને મંગલ ફેરા ફરી નવજીવનની શરૂઆત કરશે
મોરબી મુકામે વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી કોમી એકતાના પ્રતીક સર્વ ધર્મ સન્માન સાથે સર્વ સમાજમાં લોકપ્રિય સૈયદ હાજી એમદ હુસેનમીયા કાદરી દ્વારા શરૂ કરવામાં આવેલ સમુહ લગ્નનું આયોજન છેલ્લા ૨૩ વર્ષથી રાબેતા મુજબ ચાલી રહ્યું છે.જેમાં ૫૧ હિન્દુ ૫૧ મુસ્લિમ યુગલો એમ કુલ ૧૦૨ જીવનસાથી નવા જીવનની શરૂઆત એક જ મંડપ નીચે કરાવવામાં આવે છે.જેમા હિન્દુ વિધિના મંત્રો સાથે મંગળફેરા ફરી સાધુ સંતોના આશિર્વાદથી તેમજ કલમા પઢીને નિકાહ કરાવવામાં આવે છે.સંતો-મહંતો તેમજ ફકીરોની હાજરીમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે.તેમજ રાજકીય સામાજિક સહિત સંસ્થાઓના આગેવાનો વિગેરે માહાનુભવો આ કોમી એકતાના ઉદાહરણ ભાગરૂપે યોજાતા આ સમૂહ લગ્નમાં મોટાભાગે હાજરી આપતા હોય છે.
ત્યારે આગામી તા.૯-૬ ને રવિવારના રોજ બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા ૨૪ માં સમૂહ લગ્નનું આયોજન સંસ્થા દ્વારા પૂરજોશમાં ચાલી રહ્યું છે.જેમાં જરૂરિયાતમંદ દુલા-દુલ્હન તેમજ વર-કન્યાના વાલીઓ સમયસર તેમના લગ્ન અંતર્ગત ફોર્મ મેળવી સમયસર જમા કરાવી દે તેમ બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.ફોર્મ મેળવવા માટે ઈકબાલભાઈ હુસેનભાઇ રાઠોડ હાજી એહમદ હુસેન બાપુની ઓફિસ સિપાઈ વાસ મોબાઈલ નંબર ૯૧૭૩૪ ૯૨૩૨૭, બચુભાઈ ચાનીયા અયોધ્યાપુરી મેઇન રોડ મોબાઈલ નંબર ૯૮૨૫૬ ૪૫૮૪૪, મહેશભાઈ હોટલ ડિલક્સ નહેરૂગેટ પાસે કે.બે.બેકરીની બાજુમાં મોબાઈલ નંબર ૯૮૭૯૩ ૧૦૫૯૫, વિમલભાઈ દફતરી એરવોઈઝ ગ્રીન ચોક મોબાઈલ નંબર ૮૦૦૦૦ ૦૦૧૮૧ ખાતે સંપર્ક કરી વધુ વિગત પ્રાપ્ત કરી આ કોમી એકતાના સમુહ લગ્નમાં સામેલ થવા સંસ્થાના આયોજકો દ્વારા અપીલ કરવામાં આવેલ છે.