વાંકાનેરના પીઆઇ બી.પી. સોનારાનું આહિર સમાજ દ્વારા કરાયું સન્માન
લખપતથી કેવડીયા સુધીની ગુજરાત પોલીસ દ્વારા આયોજિત બાઇક રેલીનું મોરબી જીલ્લામાં સ્વાગત કરશે
SHARE









લખપતથી કેવડીયા સુધીની ગુજરાત પોલીસ દ્વારા આયોજિત બાઇક રેલીનું મોરબી જીલ્લામાં સ્વાગત કરશે
પશ્ચિમ કચ્છના લખપતથી કેવડીયા (નર્મદા) સુધી ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે બાઈક રેલીનું આયોજન કરાયું છે જેમાં ૨૫ બાઈક સવાર જોડાશે અને કેવડીયા પહોંચશે જે બાઈક રેલી તા. ૨૧ ના રોજ મોરબી જીલ્લામાં આવશે ત્યારે તેનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવશે
મોરબી જીલ્લામાં તા.૨૧ ના રોજ સવારે ૧૦: ૩૦ કલાકે માળિયાની ગેલોપ્સ હોટલ ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ વિનોદભાઈ ચાવડા, બપોરે ૧: ૩૦ કલાકે માર્કેટિંગ યાર્ડ શનાળા રોડ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને બપોરે ૩:૦૦ કલાકે લજાઈ ચોકડી ટંકારા નજીક ગ્રીન વેલી સ્કૂલ ખાતે મોરબી જીલ્લા પ્રભારી પુર્ણેશ મોદી ઉપસ્થિત રહી બાઈક રેલીનું સ્વાગત કરશે તેમ રેંજ આઈજી સંદીપસિંહ, જીલ્લા કલેકટર જે.બી. પટેલ અને જીલ્લા એસપી એસ.આર. ઓડેદરાએ જણાવ્યું છે
