મોરબીમાં આડેધડ મૂકવામાં આવેલ હોડીંગ બોર્ડ વહેલી તકે ઉતારી લેવાની ગ્રાહક સુરક્ષા મંડળની માંગ
મોરબ: પતિના ત્રાસથી બાળક સાથે ઘરેથી નીકળી ગયેલ પીડીતાનુ પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન
SHARE









મોરબ: પતિના ત્રાસથી બાળક સાથે ઘરેથી નીકળી ગયેલ પીડીતાનુ પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન
મોરબીમાં પતિ સાથે ઝઘડો થતાં મહિલા ઘરેથી નીકળી ગયેલા હતી અને પતિના ત્રાસથી પરિણીતા નીકળી ગયેલ હતી જેથી તે પરિણીતાનું ટીમ અભયમે પતિ સાથે મિલન કરાવ્યું હતું
મોરબી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા મોરબી ઈન્દિરા નગરમાં એક દુકાન પાસે છેલ્લા છ કલાકથી બેઠા છે મહિલા કાંઈ પણ બોલતા નથી અને કોઈનુ કાંઈ પણ માનતા નથી મહિલા સાથે તેમનું એક બાળક પણ છે મહિલા ખુબ જ રડે છે તેમજ ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે ત્યાંના લોકોએ ખૂબ પુછપરછ કરી પરંતુ મહિલા કાંઈ પણ બોલતા નથી અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા અને મહિલાને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં અને સૌપ્રથમ મહિલાને સાંત્વના આપવામાં આવી તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો
ત્યારબાદ મહિલાનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે મહિલા હાલ તેઓ ઉતરપ્રદેશના હોય અને મોરબીમાં એક કંપનીમાં કામ કરવામાં માટે છેલ્લા કેટલાક વર્ષોથી કંપનીમાં રહેતા હતા અને મહિલાના પતિ રોજ રોજ દારૂ પીને મહિલા સાથે મારઝુડ કરતા હોય તેમજ ઘરમાંથી નીકળી જવાની વારંવાર ધમકીઓ આપતા હતા અને ઘર ખર્ચ માટે ઘરમાં પૈસા આપતા ન હતા તેમજ દારૂ પીને રોજ ઘરે આવીને ગેરવર્તન કરતા હતા અને રોજ -રોજ નાની -નાની વાતે માનસિક રીતે તેમજ શારીરિક રીતે ત્રાસ આપતા હતા માટે મહિલા આવા અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કંટાળીને તેમના બાળક ને સાથે લઇ ને કોઈ ને પણ જાણ કર્યા વિના વહેલી સવારે ઘરેથી નીકળી ગયાં હતાં આવાં અનેક પ્રકારના પ્રશ્ર્નોથી મહિલા મુજાયેલી હતી. ત્યારબાદ ૧૮૧ ટીમે મહિલાને આશ્વાસન આપેલ અને મહિલા ને સમજાવેલ કે આવી રીતના ક્યારેય પણ ઘરેથી ન નીકળી જવા તેમજ જીવનમાં ક્યારેય પણ આપઘાત નહીં કરવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી હતી ત્યારબાદ તેમના પતિનું સરનામું લઈને ત્યાં કંપનીમાં ગયેલ હતા ત્યારે મહિલાના પતિએ જણાવેલ હતું કે મહિલા નાની નાની વાતે જીદ કરીને ઝઘડા કરે છે અને ઘરની બહાર નીકળી જાય છે. ૧૮૧ ટીમે મહિલાના પતિનું કાઉન્સિલીગ કરતા જણાવેલ કે મહિલા સાથે મારઝુડ કરવી અને અપશબ્દો બોલવાએ કાયદાકીય રીતે ગુનો છે મહિલા સાથે ગેરવર્તન ન કરવા અને માનસિક રીતે ત્રાસ ન આપવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી હતી અને તેના પતિ સાથે મિલન કરાવ્યુ હતું
