વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧.૫૬ કરોડની ઉચાપતના ગુનામાં પકડાયેલ મેનેજર, ઓડિટર સહિત પાંચ આરોપી જેલ હવાલે


SHARE







મોરબીમાં ૧.૫૬ કરોડની ઉચાપતના ગુનામાં પકડાયેલ મેનેજર, ઓડિટર સહિત પાંચ આરોપી જેલ હવાલે

મોરબીમાં તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીનો શો રૂમ આવેલ છે તેમાંથી ૧.૫૬ કરોડની ઉચાપત કરવામાં આવેલ છે જેની ફરિયાદ આધારે પોલીસે અગાઉ ત્યાંના મેનેજર, બૂટિક સેલ્સ ઓફિસર  અને એક રિટેલ સેલ્સ ઓફિસર, એક કારીગર અને એક ઓડિટરની ધરપકડ કરી હતી અને તે પાંચેય આરોપીઓ રિમાન્ડ ઉપર હતા તેના રિમાન્ડ પૂરા થતાં આરોપીને ફર્ધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં તાજું કર્યા હતા જો કે, કોર્ટે આરોપીઓના ફર્ધર રિમાન્ડ મંજૂર કરેલ નથી જેથી કરીને આરોપીઓને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં રહેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ તેના શોરૂમના મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી તેમજ ધવલ અલ્પેશભાઇ પટની, આશીષ ગુણવંતભાઇ, ઇરફાન સાદીકભાઇ વડગામા અને ભાવનાબેન પ્રેમજીભાઇ સોલંકી સામે ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેનો તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીનો શો-રૂમ મોરબીમાં રામચોક પાસે આવેલ છે જેમાં આરોપી નોકરી કરતાં હતા અને આ શો-રૂમમાં મેનેજરની એક જગ્યા ખાલી હતી તેને ભરવામાં આવી ત્યારે સ્ટોક ટેલિ કરતાં સમતે કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મેનેજર હરીલાલ સહિતના આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેઓએ ઘણો બધો સ્ટોક કંપની અને માલીકની જાણ બહાર સ્ટોરની બહાર લઈ ગયેલ છે. તેવુ સ્વીકારેલ હતું અને ત્યાંથી દાગીના લઈ જઈને આરોપીઓએ તે દાગીનાને મુથુટ ફાઈનાન્સ, આઇ.આઇ.એફ.એલ ફાઈનાન્સ તથા ફેડ બેન્કમા મૂક્યા હતા અને તેના આધારે લોન લીધી હતી.

આ આરોપીએ કુલ મળીને ૧૦૪ દાગીનાની ગોલમાલ કરી હતી જેમથી ૩૧ ઘરેણા પાછા મળી ગયેલ છે જો કે, ૭૩ નંગ ઘરેણા તથા ગ્રાહક દિપકભાઈ પરમારે ખરીદ કરેલ સોનાના ઘરેણા આરોપીઓએ પરત મંગાવી દિપકભાઈને દાગીના પરત નહી આપી ખોટી રીસીપ બનાવી આપેલ હતી અને આ તમામ ઘરેણાની કુલ કિંમત ૧,૫૬,૧૪૦૦૦ થાય છે તેની ઉચાપત કરેલ હતી જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે તપાસનીસ અધિકારી દ્વારા આ ગુનામાં આરોપી મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી તેમજ ધવલ અલ્પેશભાઇ પટની, આશીષ ગુણવંતભાઇ અને ઇરફાન સાદીકભાઇ વડગામા અને એક ઓડિટર હિરલભાઈ બિરબલભાઇ કનોજીયાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે આરોપીના રિમાન્ડ પૂરા થતાં ફર્ધર રિમાન્ડની માંગણી સાથે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જો કે, કોર્ટે આરોપીઓના ફર્ધર રિમાન્ડ મંજૂર કરેલ નથી જેથી કરીને હાલમાં મેનેજર, ઓડિટર સહિતના પાંચેય આરોપીઓને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે 




Latest News