મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરાયો


SHARE













મોરબી સિવિલમાં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરાયો

મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલમાં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવ્યો હતો. મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે આજરોજ મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેરની સિવિલ હોસ્પીટલ ખાતે ૪૦ જેટલી પ્રસુતા માતાઓને દોશી પરીવારના સહયોગથી ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવા માં આવ્યો હતો. આ પ્રેરક કાર્યમાં શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના વંદનાબેન ઘેલાણી, રીનાબેન ચૌહાણ, ટીશાબેન ચૌહાણ, પ્રિતીબેન ચંદારાણા, મંજુલાબેન સહીતના અગ્રણીઓ તેમજ સારથી કૌશલભાઈ જાની જોડાયા હતા.  ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમ થી મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે પ્રસુતાઓ તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને સેવા પ્રદાન કરવામાં આવશે તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડએ જણાવ્યુ છે.




Latest News