મોરબી સિવિલમાં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરાયો
મોરબીની મચ્છીપીઠમાં છૂટા પથ્થર-સોડા બોટલના ઘા કરીને થયેલ જુથ અથડામણમાં સામસામે ફરિયાદ
SHARE









મોરબીની મચ્છી પીઠમાં છૂટા પથ્થર-સોડા બોટલના ઘા કરીને થયેલ જુથ અથડામણમાં સામસામે ફરિયાદ
મોરબીના જુના બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં બાળકોને સાઇકલ ફેરવવા બાબતે થયેલ માથાકૂટ બાદ મહિલાઓ વચ્ચે ઠપકો આપવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યાર બાદ રવિવારે રાત્રિના ૧૨ વાગ્યાના અરસામાં છુટા પથ્થર અને સોડા બોટલના ઘા કરીને સામસામે બે જૂથ વચ્ચે મારામારી કરવામાં આવી હતી તે બનાવમાં બંને પક્ષેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે અને બંને પક્ષેથી આઠ શખ્સોની ધરપકડ કરેલ છે
મોરબીમાં રવિવારે રાત્રિના ૧૨:૦૦ વાગ્યાના અરસામાં મચ્છીપીઠ વિસ્તારમાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને ત્યારબાદ સામસામે પથ્થર અને સોડા બોટલના છૂટા ઘા કરવામાં આવ્યા હતા અને આ બનાવની ત્યાં ફરજ પર રહેલા હોમગાર્ડના જવાનો દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ અધિકારી સહિતની ટીમો ત્યાં પહોચી ગયેલ હતી અને હાલમાં આ બનાવમાં બને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાયેલ છે
મોરબીની મચ્છી પીઠ વિસ્તારમાં રહેતા અજીમભાઇ સલેમનભાઈ થૈયમ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, શેરીમાં છોકરા ફૂલ સ્પીડે એક્ટિવા અને સાયકલ ચલાવતા હોવાથી ઠપકો આપતા હતા ત્યારે આરોપી જુસબ ગુલમામદ મોવર, નિઝામ સલીમભાઈ મોવર, ઇબ્રાહિમ ઉર્ફે જોન અક્બરભાઈ મોવર અને અનવર ઇબ્રાહીમભાઇ મોવરે ઝઘડો કર્યો હતો અને પાઇપ, ધોકા અને પથ્થરના ઘા કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.
તો સામાપક્ષે અનવરભાઈ ઇબ્રાહીમભાઇ મોવર દ્વારા અજીમભાઇ સલેમનભાઈ થૈયમ, અબુ ખમીશા થૈયમ, મેહબૂબ કસમ થૈયમ અને કાદરભાઈ હબીબભાઇ ભટ્ટી સામે ફરિયાદ કરી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ છોકરાઓને સાયકલ અને એક્ટિવા ચલાવવા બાબતે ઠપકો આપતા સમજાવવા ગયા હતા ત્યારે તલવાર સહિતના ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો અને છુટા પથ્થરના ઘા કરી જાનથી મારી નાખ ધમકી આપી હતી. જેથી કરીને પોલીસે બંને પક્ષેથી ફરિયાદ લઈને આ ગુનામાં બને પક્ષેથી કુલ મળીને આઠ શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
