માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શુક્રવારથી લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ


SHARE















મોરબીમાં શુક્રવારથી લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ

મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ તા.૭ ને શુક્રવારથી શરૂ કરવામાં આવશે અને શ્રી લોહાણા મહાજન વાડી સુધારાવાડી શેરી ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ થશે

મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન તા.૭ થી શરૂ કરવામાં આવશે અને તા.૯ ને રવિવાર સુધી સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી સુધારાવાડી શેરી, મોરબી ખાતે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કરવામાં આવશે અને આ ફુલસ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૪ ની માર્કશીટની ઝેરોક્ષ મોબાઈલ નંબર લખીને લાવવાની રહેશે.  વર્ષ ૨૦૨૪ ની જ માર્કશીટ માન્ય ગણાશે તેમજ જે વિદ્યાર્થીઓને ઓરીજીનલ માર્કશીટ ન આવેલ હોય તેમણે ઓનલાઈન માર્કશીટની પ્રિન્ટ અને તેમા મોબાઈલ નંબર લખીને લાવવાનુ રહેશે જેની સર્વેએ નોંધ લેવા વિનંતી

આ વર્ષે શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમમાં જે.ડી.મીરાણી (એડવોકેટ), નગીનભાઈ ભોજાણી (ગીતા ઓઈલ ઈન્ડ.), જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી, સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન), કલ્પેશભાઈ પુજારા (Edu-bliss career institute), રઘુવંશી યુવક મંડળ પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ), હસમુખરાય ચીમનલાલ પુજારા, સી.પી. પોપટ, સ્વ. ચુનીલાલ કાલીદાસ કાથરાણી, પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર (મામા દલાલ), પ્રતિકભાઈ તથા હાર્દિકભાઇ એચ. હાલાણી, મહેન્દ્રભાઈ રામજીભાઈ બારા, ભોગીલાલ ધનજીભાઈ બુધ્ધદેવ (હ.વિરલભાઈ બુધ્ધદેવ), સ્વ. હરીલાલ મનહરલાલ રવાણી (હ.રીટાબેન મનહરલાલ રવાણી) પરિવાર તરફથી સહયોગ આપવામાં આવેલ છે તેમ લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ છે.






Latest News