મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ  ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે મયુરીબેન કોટેચા


SHARE









મોરબી ઇન્ડિયન લાયોનેસ  ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે મયુરીબેન કોટેચા

ઇન્ડિયન લાયોનેસ  ક્લબનો ૨૦૨૪-૨૫ વર્ષનો શપથ ગ્રહણ સમારોહ ઇડન હીલ ખાતે યોજાયો હતો ત્યારે સતત બીજા વર્ષે પ્રેસિડેન્ટ તરીકે મયુરીબેન કોટેચાએ શપથ લીધા હતા અને આ સાથે તેમની ટીમમાં વાઈસ પ્રેસિડેન્ટ સુષ્માબેન દુધરેજીયા, જોઈન્ટ વાઇસ પ્રેસિડન્ટ પુનમબેન હીરાણી અને કામિની સિંગ, સેક્રેટરી પ્રીતિબેન દેસાઈ, જોઈન્ટ સેક્રેટરી તરીકે મનિષાબેન ગણાત્રા અને પાયલબેન આસારમ ટ્રેઝરર હીનાબેન પંડ્યા, પોઇન્ટ ટ્રેઝર કોમલબેન આચાર્ય અને સુનિતાબેન દોશીને લેવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ ભાજપ કાજલબેન ચંડીભમર, નીલકંઠ સ્કૂલ અને તપોવન સ્કૂલના વ્યવસ્થાપક જીતુભાઈ વડસોલા, દિલ્હી પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ સીમાબા જાડેજા સહિતના હાજર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં નેશનલના હોદ્દેદારોમાંથી શપથ ગ્રહણ પુરોહિત તરીકે રેખાબેન ચૈટરજી પાસ્ટ નેશનલ કો-ચેરપર્સન  વિશેષ હાજર રહ્યા હતા અને દર્શનાબેન ભટ્ટ (પાસ્ટ નેશનલ સેક્રેટરી) શોભનાબા ઝાલા (નેશનલ જોઈન્ટ સેક્રેટરી) અને મયુરભાઈ સોની તથા ધીમંતભાઈ શેઠ (પાસ્ટ કો-ચેરમેન)એ પણ હાજરી આપી હતી




Latest News