મોરબી ઇન્ડિયન લિયો ક્લબ દ્વારા સિવિલમાં નવજાત શિશુઓ માટે મચ્છરદાનું વિતરણ
મોરબીની અંકુર સોસાયટીમાં કરવામાં આવી રહેલ ગેરકાયદે બાંધકામને રોકવાની સ્થાનિકોની માંગ
SHARE
મોરબીની અંકુર સોસાયટીમાં કરવામાં આવી રહેલ ગેરકાયદે બાંધકામને રોકવાની સ્થાનિકોની માંગ
મોરબીમાં આવેલ અંકુર સોસાયટી, અનુપમ સોસાયટી, આર્ય સોસાયટી, રામેશ્વર સોસાયટી તથા આરાધના સોસાયટીના લોકોએ હાલમાં ગેરકાયદે બાંધકામ બાબતે ચીફ ઓફીસરને લેખિતમાં રજૂઆત કરેલ છે અને તાત્કાલિક અસરથી ગેરકાયદેસર બાંધકામ રોકવામાં આવે તેવી માંગ કરી છે
હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, નગરપાલીકાની હદમાં આવેલ અંકુર સોસાયટીમાં રામેશ્વર મહાદેવ મંદિરની સામે અંકુર પ્રોવીજનલ સ્ટોરની બાજુમાં એક વ્યકિત કોઈ પણ જાતની મંજુરી વગર ગેરકાયદે બાંધકામ કરે છે અને નીતિ નિયમોનો ઉલાળ્યો કરીને ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે સોસાયટીના લોકોને ધ્યાને આવતા આ બાંધકામને રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં જણાવ્યુ છે કે, પ્લોટની ખુલ્લી જગ્યાના માલીક આ જગ્યા ઉપર મકાનનું ગેરકાયદે બાંધકામ કરે છે તેઓએ બાંધકામ કરવા માટે સક્ષમ અધિકારીની કોઈ પરવાનગી લીધેલ નથી અને માનવીની જીદગી જોખમાય તેવી રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને અંકુર સોસાયટીના આ પ્લોટના માલીક દ્રારા કરવામાં આવી રહેલ બાંધકામને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે તેવી સોસાયટીના લોકોએ માંગ કરી છે