મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ડેમ નજીક ટીકડા ખાઈ જતા યુવાન રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીના જોધપર ડેમ નજીક ટીકડા ખાઈ જતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના લીલાપર જોધપર ડેમ પાસે યુવાને ઘઉંમાં નાંખવાના 4-5 ટીકડા ખાઈ લેતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
વધુમાં મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રહેવાસી હરેશભાઈ નામના યુવાનને મોરબી તાલુકાના લીલાપર-જોધપરના રસ્તે મચ્છુ-2 ડેમ નજીક અગમ્ય કારણોસર ઘઉંમાં નાંખવાના 4-5 ટીકડા ખાઈ લીધા હતા.જેથી તેમને પ્રથમ અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવેલ. અહીં પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. હોસ્પીટલ ખાતેથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરાએ આગળની તપાસ શરૂ કરેલ છે.
વાહન અકસ્માતે ઈજા
મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ જવાહર સોસાયટીમાં રહેતા નવિનભાઈ રતિલાલ ચૌહાણ (ઉ.31) નામનો યુવાન બાઈક લઈને જેતપર-પીપળી રોડ ઉપરથી જતો હતો ત્યારે પીપળી ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયો હતો. જયાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફના જશપાલસિંહ જાડેજાએ આગળની તપાસ શરૂ કરેલ છે.
મારામારીમાં ઈજા
મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે સીરામીક યુનીટ નજીક મારામારીમાં ઈજા થતા રાજેશકુમાર રનવિરસિંહ શર્મા (ઉ.24) રહે. લીવાટ સીરામીક રંગપરની સિમ તા.જી. મોરબીને ગત તા.2ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં મારામારીની ઘટનામાં ઈજાઓ થતા અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જયાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

 




Latest News