મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની ૬ બોટલ સાથે એકની ધરપકડ


SHARE









મોરબીના કુલીનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની ૬ બોટલ સાથે એકની ધરપકડ

મોરબીના વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૮૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રમેશ કોટન મિલના કવાર્ટરમાં રહેતા સુનિલભાઈ અગેચાણીયાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૮૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી સુનિલભાઈ ભરતભાઈ અગેચાણીયા જાતે કોળી (૨૬) રહે. વીસીપરા કુલીનગર-૧ રમેશ કોટન મીલના કવાર્ટરમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

 બાઇકને કાર ચાલકે હડફેટે લીધૂ

મોરબીના નાની વાવડી પાસે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા રતિલાલ પોપટભાઈ પ્રજાપતિ (૫૮) નામના વૃદ્ધ મોરબી નજીકના અમરેલી ગામના ઝાપા પાસેથી બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના બાઇકને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં રતિલાલ પ્રજાપતિને ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એલ. બારૈયા દ્વારા કરવામાં આવેલ છે

એસિડ પી લેતા સારવારમાં

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર રહેતા કાજલબેન કરણભાઈ બારડ (૨૩) એ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે હતા ત્યારે એસિડ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી છે અને આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.




Latest News