હાઈવે ઉપર પાણી ભરાતા મોરબીના નવા-જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા
મોરબી :ભોપાલથી ટ્રકમાં ચોખા ભરીને કંડલા જતા ટ્રકના ડ્રાઇવર-ક્લીનરએ 6 કલાક ટ્રકની કેબીન ઉપર બેસી રહ્યા
SHARE









મોરબી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપરથી ટ્રકમાં ચોખા ભરીને ભોપાલથી નીકળેલ ડ્રાઇવર અને ક્લીનર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અચાનક જ હાઇવે રોડ ઉપર ચોમેર પાણી આવી ગયું હતું જેથી કરીને ટ્રક બપોરે 2:00 વાગ્યાથી ચારે બાજુ ચાર ફૂટ જેટલા પાણીની વચ્ચે ફસાયો હતો તે બંને ડ્રાઇવર અને ક્લીનરને પાલિકાની ફાયરની સ્પીડ બોટ મારફતે રાત્રે 8 વાગ્યે પાણીમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવેલ છે.
મચ્છુ-2 ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના લીધે માળીયા નજીક નેશનલ હાઈવે રોડ ઉપર ચાર ફૂટ જેટલું પાણી આવી ગયું હતું અને ત્યારે ભોપાલથી ટ્રકમાં ચોખા ભરીને કંડલા તરફ જઈ રહેલ ટ્રક ડ્રાઇવર અને ક્લીનર અચાનક જ નેશનલ હાઈવે રોડ ઉપર પાણી આવી જતા ટ્રકમાં ફસાઈ ગયા હતા અને તેઓનો ટ્રક ત્યાં બંધ થઈ ગયો હોવાના કારણે તે નીકળી શકે તેમ ન હતા જેથી કરીને બપોરના 2 વાગ્યાથી ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર ટ્રકની કેબીન ઉપર ચડીને પોતાના જીવ બચાવવા માટે થઈને બેઠા હતા અને આ બંને વ્યક્તિઓને નગરપાલિકાની સ્પીડ બોટ મારફતે રેસ્ક્યુ ઓપરેશન કરીને રાત્રે 8 વાગ્યે બહાર કાઢવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને વ્યક્તિ પાણી વચ્ચે ફસાયેલા હતા ત્યારથી મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ત્યાં ખડે પગે હાજર રહ્યા હતા અને આ લોકોને સલામત રીતે બહાર કાઢવા માટેના શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અંતે પાલિકાની ટીમ દ્વારા આ બંને વ્યક્તિઓને પાણીમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવેલ છે અને મૂળ ભોપાલના રહેવાસી વસીમ અને રસીદ નામના આ બંને યુવાનો છેલ્લા ઘણા સમયથી પાણીની વચ્ચે હોવાના કારણે મેડિકલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
