મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી : વરસાદ તેમજ ડેમમાંથી પાણી છોડવાના કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોની કાલે પ્રભારી મંત્રી અધિકારી અને પદાધિકારીઓની સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ


SHARE













મોરબી : વરસાદ તેમજ ડેમમાંથી પાણી છોડવાના કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોની કાલે પ્રભારી મંત્રી અધિકારી અને પદાધિકારીઓની સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ

મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીની હાજરીમાં સમીક્ષા બેઠક કરવામાં આવી હતી જેમાં સાંસદ ધારાસભ્ય સહિતના લોકો હાજર રહ્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં સારો વરસાદ પડ્યો હોવાથી સ્થાનિક જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવતા નેશનલ હાઈવે અને સ્ટેટ હાઇવે બંધ થયા છે ત્યારે આજે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસુરીયા રાત્રે 9 વાગ્યે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાંના મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા સહિતનાઓની હાજરીમાં કલેકટર, ડીડીઓ અને એસપી સહિતના અધિકારીઓની હાજરીમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને બે દિવસ પહેલા ઢવાણા ગામે બનેલી દુર્ઘટનાની માહિતી મેળવી હતી ત્યારબાદ 36 કલાકમાં પડેલા વરસાદ અને બચાવ રાહતની જે કામગીરી કરવામાં આવી છે તેની માહિતી મેળવી હતી અને જરૂરી સુચનાઓ પ્રભારી મંત્રી દ્વારા આપવામાં આવી હતી અને વરસાદ તેમજ ડેમમાંથી પાણી છોડવાના કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોની કાલે પ્રભારી મંત્રી અધિકારી અને પદાધિકારીઓની સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.




Latest News