મોરબીમાં બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ત્રણ અગ્રણી ગ્રૂપને ત્યાં આઇટીના ધામા: જુદીજુદી 40 ટીમોમાં 250 અધિકારીઓએ દ્વારા સર્ચ ઓપરેશન મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વરસાદની ગંભીર પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગે બે સફળ પ્રસૂતિ કરાવી


SHARE













મોરબીમાં વરસાદની ગંભીર પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગે બે સફળ પ્રસૂતિ કરાવી


વાંકાનેરના પાંચ દ્વારકા આયુષ્માન આરોગ્ય મંદિર અને મોરબીના લાલપર પી.એચ.સી. ખાતે સફળ પ્રસૂતિ કરાવાઈ

મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના અન્વયે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પણ વિવિધ ટીમ તૈનાત રાખવામાં આવી છે.હાલ જિલ્લામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિમાં સીનીયર સીટીઝન, બાળકો તેમજ સગર્ભા મહિલાઓની ખાસ કાળજી રાખવાની જરૂરિયાત રહે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આવા લોકો માટે ખાસ સર્વે કરી વિગતો મંગાવવામાં આવી હતી અને ખાસ કરીને સગર્ભા મહિલાઓની સંભાળ માટે સંબંધિત આરોગ્ય કેન્દ્રોને સુચના આપવામાં આવી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સગર્ભા મહિલાઓની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે, અને જે મહિલાઓની નજીકના દિવસોમાં પ્રસુતિ થવાની સંભાવના હોય તેવી સગર્ભા મહિલાઓની વિશેષ સાર-સંભાળ રાખવામાં આવી રહી છે. ત્યારે વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરમાં તથા મોરબી તાલુકાના લાલપર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાઓની સફળ પ્રસુતિ કરવામાં આવી છે.મોરબી આરોગ્ય શાખાના ડો.હાર્દિક રંગપરિયાના જણાવ્યા અનુસાર વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા આયુષ્માન આરોગ્ય મંદિર હેઠળ આવતા વાડી વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષિય ફુલબાઈ સુગરીયા પચાયાને વહેલી સવારે પ્રસુતિનો દુખાવો ઉપાડતા આયુષ્માન આરોગ્ય મંદિર પાંચ દ્વારકાના CHO અને FHW ની મદદથી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા.જેમની આરોગ્ય તપાસ કરતા તેમનું HB ઘણું ઓછું હતું અને ૧૦૮ વાહનને ભારે વરસાદની પરિસ્થિતિને કારણે આવવામાં વાર લાગે તેમ હતું. સગર્ભાબેનને લેબર પેઇન વધારે હોવાથી CHO સમા નઝમાબેન અને FHW પરાસરા ગુલસનબેન દ્વારા સફળ પ્રસુતિ કરવવામાં આવી હતી, માતા તથા બાળકની તબિયત સારી છે.ઉપરાંત મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે ચાલુ વરસાદે સવારે ૮:૨૦ કલાકે ટીંબડી ગામથી રીક્ષા મારફતે સગર્ભા મહિલાને ડીલીવરી માટે લઈ આવ્યા હતા. જેમની સફળ ડીલીવરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરની ટીમ દ્વારા સવારે ૧૦:૪૪ ના કરાવવામાં આવી. હતી હાલ માતા અને બાળક તંદુરસ્ત છે તેમજ બાળકને જન્મ સમયનું તમામ રસીકરણ પણ કરી આપવામાં આવ્યું છે




Latest News