મોરબીના સાહસિક શિક્ષક ગ્રુપે લેહ લદાખની દુર્ગમ પહાડીઓને બાઈક રાઈડથી સર કરી
મોરબીમાં જુના બસ સ્ટેશનની પાછળ રોડના ખાડા ન બુરાતા કોંગ્રેસની આગેવાનીમાં વેપારીઓ વાજતે ગાજતે પાલિકા કચેરીએ પહોચાયા
SHARE









મોરબીમાં જુના બસ સ્ટેશનની પાછળ રોડના ખાડા ન બુરાતા કોંગ્રેસની આગેવાનીમાં વેપારીઓ વાજતે ગાજતે પાલિકા કચેરીએ પહોચાયા
મોરબી શહેરના મોટાભાગના રોડ રસ્તાની હાલત દયનીય છે ત્યારે મોરબીમાં જુના બસ સ્ટેશનની પાછળનો રસ્તો કે જ્યાંથી એસટીની તમામ બસોની અવરજવર થતી હોય છે ત્યાં માસમોટા ખાડા પડ્યા છે તેમ છતાં પણ તે રોડને રીપેર કરવામાં આવતી નથી જેથી એસટીની બસોમાં નુકસાન થાય છે, લોકોને શારીરિક નુકસાન થાય છે, લોકોના વાહનોમાં નુકસાન થાય છે. જેથી આજે મોરબી જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ સ્થાનિક વેપારીઓને સાથે રાખીને કોંગ્રેસના આગેવાનો વાજતે ગાજતે મોરબી નગરપાલિકા ખાતેની ખાતે આવ્યા હતા અને ત્યાં ચીફ ઓફિસર ન હોવાથી તેની રાહ જોઈને બેઠા હતા અને ત્યાર બાદ અધિકારી આવતા તેમણે રૂબરૂ રજૂઆત કરીને આ રોડનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરી હતી.
મોરબીમાં છેલ્લા દિવસોમાં પડેલા વરસાદ દરમિયાન રોડ રસ્તામાં કરવામાં આવેલા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે અને ઠેર ઠેર રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે ત્યારે જો વાત કરીએ તો મોરબીમાં જુના બસ સ્ટેશનની પાછળના ભાગમાં જે રસ્તો આવેલ છે ત્યાંથી એસટીની બસોની અવરજવર થતી હોય છે અને આ રસ્તા ઉપર મસમોટા ખાડા હાલમાં પડી ગયા છે ત્યારે વેપારીઓને પોતાની દુકાનમાં બેસવું પણ મુશ્કેલ બની જાય છે અને વાહન લઈને જતા લોકોને પણ અકસ્માતનો ભય રહેતો હોય છે તેમ છતાં પણ નગરપાલિકાના તંત્ર દ્વારા આ રોડ રસ્તાને રીપેર કરવા માટેની લેસમાત્ર કામગીરી કરવામાં આવતી નથી
જેથી સ્થાનિક વેપારીઓ દ્વારા આજે કોંગ્રેસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહઆ જાડેજા સહિતના અગ્રણીઓ ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વેપારીઓ સાથે વાતચીત કરીને વેપારીઓને સાથે રાખીને કોંગ્રેસના આગેવાનો નગરપાલિકા કચેરી ખાતે વાજતે ગાજતે પહોંચ્યા હતા અને ત્યાં ચીફ ઓફિસર હાજર ન હોવાથી તે આવે ત્યાં સુધી કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને ત્યારબાદ અધિકારી આવતા તેમને રૂબરૂ રજૂઆત કરી હતી અને રોડ રસ્તાનો જે પ્રશ્ન છે તેને વહેલામાં વહેલી તકે ઉકેલવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.
