મોરબીમાં દારૂના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપી પકડાયો
SHARE









મોરબીમાં દારૂના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપી પકડાયો
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચાર માસ પહેલા નોંધાયેલા દારૂના ગુનામાં ફરાર બુટલેગરને પોલીસે ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો.
મોરબી બી ડીવીઝન પોલીસના જણાવ્યા મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાનમાં દારૂના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર બુટલેગર પ્રભાતભાઈ ઉર્ફે પરબતભાઈ મથુરભાઈ વાટુકિયા ત્રાજપર ચોકડી પાસે હોવાની બાતમી મળી હતી જેના આધારે તપાસ કરવામાં આવતા ત્યાંથી પ્રભાત વાટુકિયા મળી આવતા તેને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી મોરબી બી ડીવીઝન પોલીસ મથકના પી આઈ એન.એ.વસાવા, ભગવાનભાઈ, રાજેશભાઈ, વિજયભાઈ, ચંદ્રસિંહ, ભરતભાઈ, ધર્મેન્દ્રભાઈ, પ્રદીપસિંહ, બ્રિજેશભાઈ, યોગેશદાન અને કમલેશભાઈ સહિતની ટીમે કરી હતી.
ઝેરી અસર થતા સારવારમાં
મોરબીના ખાનપર ગામે રહેતા રવિ શૈલેષભાઈ નામના 15 વર્ષના યુવાનને કપાસમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થઈ હતી જેથી અત્રેની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા સ્ટાફના એમ.એચ.વાસાણીએ આગળની તપાસ કરી હતી.
વાહન અકસ્માત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા વિજય બામણીયા નામના યુવાનને શહેરના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી અન્ય વાહન દ્વારા તેને હડફેટે લેવામાં આવતા સારવાર માટે દવાખાને લઈ જવા આવ્યો હતો. બાદમાં બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરાતા બી ડિવિઝનના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.
