મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ બેટી બચાઓ, બેટી પઢાઓ: મોરબી અને માળીયા ઘટક કક્ષાનો કિશોરી મેળો યોજાયો હળવદમાં આઈ.ટી.આઈ. ખાતે યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ સાથે ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજાશે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતીની ઉજવણી કરાઇ મોરબી અને ટંકારા તાલુકામાં ફટાકડાના હંગામી લાયસન્સની અરજી માટે સમય મર્યાદામાં કરાયો વધારો મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર
Morbi Today

માળિયા (મી)માં પાસપોર્ટ વેરીફીકેશન માટે 500 ની લાંચ લેનારા પોલીસકર્મીને પાંચ વર્ષની સજા


SHARE







માળિયા (મી)માં પાસપોર્ટ વેરીફીકેશન માટે 500 ની લાંચ લેનારા પોલીસકર્મીને પાંચ વર્ષની સજા

માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી 500 રૂપિયાની લાંચ માંગી હતી જેથી કરીને એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતી અને આરોપીને પકડી લીધો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને પાંચ વર્ષની સજા કોર્ટે ફટકારી છે.

આ કેસની વકીલ પાસેથી મળતી માહિતી મુજબ માળીયા મિયાણામાં રહેતા ફરિયાદી મનોજભાઈ નિરંજનભાઈ હેડાઉના ભાઈના પત્ની પુજાબેનને નૈરોબી જવાનું નક્કી થતા પાસપોર્ટ બનાવવા માટેની પ્રોસેસ કરી હતી અને તા. 17/3/2014 ના રોજ માળિયા પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદીના ભાઈના પત્ની પુજાબેનને ફોન આવ્યો હતો અને પોલીસ કર્મચારી અમરતભાઈએ સહી લીધી બાદમાં 500 રૂપિયાની લાંચ માંગી હતી અને ચલણ ફી હતી તો પછી શેના રૂપિયા માંગો છો ? તેવું પૂછાતા પાસપોર્ટ ઇન્ક્વાયરીને લગતી કામગીરી માટે વ્યવહાર પેટે 500 આપવા પડશે નહીતર પાસપોર્ટ બનશે નહિ, તેવું કહ્યું હતું.

જેથી એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી અને બાદમાં એસીબીની ટીમે છટકું ગોઠવી પોલીસ કર્મચારીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધેલ અને આ કેસ મોરબીના સ્પેશ્યલ જજ (એસીબી) અને પ્રિન્સીપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જીલ્લાના સરકારી વકીલ વિજયકુમાર જાનીએ કરેલ દલીલો તેમજ 7 મૌખિક અને 35 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપી પોલીસ કર્મચારી અમરતભાઈ માવજીભાઈ મકવાણાને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને 5,000 નો દંડ કરેલ છે અને જો દંડ ન ભારે તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારી છે




Latest News