મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યુવા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ


SHARE













મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યુવા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ

દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના છેલ્લા ૨૩ વર્ષની સુશાસનની સફરના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં મહિલાઓના કલ્યાણ અને વિકાસ માટે જિલ્લા પંચાયત ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ અને વિકાસ સપ્તાહની ઉજવણીના અનુસંધાને યુવા મહિલા કલ્યાણ દિવસ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ આંતરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે શિક્ષણની સાથે મૂલ્ય શિક્ષણને પણ મહત્વ આપ્યું છે ત્યારે દીકરીઓ જીવનમાં આદર્શ મૂલ્યો સાથે કારકિર્દી બનાવે તે માટે ઉપસ્થિત દીકરીઓને પ્રેરણા આપી હતી. વધુમાં તેમણે દેશના વિકાસમાં યોગદાન આપી મહિલાઓને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ જણાવ્યું હતું કે, આપણો દેશ સદીઓથી નારી પ્રધાન દેશ રહ્યો છે. અહીં નારીને શક્તિનું રૂપ ગણી તેમનું પૂજન કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાતીય સમાનતા માટે બેટી બચાવો બેટી પઢાવો સૂત્ર આપી દીકરીઓના વિકાસ માટે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે. વ્હાલી દીકરી યોજનાથી આજે સરકાર દીકરીઓના ભણતરથી લઈ લગ્નની ચિંતા પણ કરે છે. આમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમાજ જીવનની ખૂબ ચિંતા કરી છે.

મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના ગુજરાતમાં થયેલા વિકાસની વાત કરતા તેમણે સાબરમતી નદીની જે કાયાપલટ થઈ અને આજે કેવી રીતે એ સ્થળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું તે અંગે વિસ્તૃત વર્ણન કર્યું હતું. મહિલાને કુટુંબનો પાયો ગણાવી કેવી રીતે મહિલા બાળકનું ઘડતર કરી ભવિષ્યના આદર્શ નાગરિકનું નિર્માણ કરે છે તે અંગે વાત કરી હતી. ત્યાર બાદ લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજનાના હુકમ અને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.




Latest News