મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં વિવિધ સરકારી તાયફાના કારણે હજારો બાળકોનું શિક્ષણ રૂંધાયું


SHARE











મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં વિવિધ સરકારી તાયફાના કારણે હજારો બાળકોનું શિક્ષણ રૂંધાયું

મોરબીમાં સરકારની વાહવાહી કરવા જાત જાતના શિક્ષણ સિવાયના કાર્યક્રમો શિક્ષકો પર થોપી અધિકારીઓ શિક્ષણની ઘોર ખોદી રહયા છે. તેવો ગંભરી આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા કોંગેસના પ્રમુખે જણાવ્યુ હતું કે, ૧૭ મી ઓકટોબરથી સરકારી શાળાઓમાં સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થઈ રહયો છે. ત્યારે એક બાજુ બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોની તાલીમ વારાફરથી છેલ્લા એક માસથી ચાલી રહી છે. આ તાલીમમાં બજેટ વાપરવા સિવાયનો કોઈ હેતુ જણાતો નથી. તાલીમની સાથે સાથે વી.સી.ઈ., સસ્તા અનાજના દુકાનદારો અને તલાટી મંત્રીઓને કરવાની e-kyc ની જટિલ કામગીરી શિક્ષકો ઉપર થોપી દેવામાં આવી છે. દરરોજ જાત જાતની ગુગલ સીટ મોકલી આંકડા અને નાંમાવલી માંગવામાં આવે છે. રોડ-રસ્તાના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનું કોઈ પુછતું નથી અને ગરીબ બાળકોને મળતી ૧૯૫૦ રૂપિયા માટે બાળકોને સાત કોઠા વિંધવા પડે એટલી માહિતી આપવી પડતી હોય, પથમ સત્ર પૂર્ણ થવા આવ્યું છતાં ગરીબ બાળકોને શિષ્યવૃતિ મળી નથી.

બીજી બાજુ સરકારની વાહવાહી કરવા વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમો જેવા કે સરકારી શાળાઓમાંથી ખાનગી શાળાઓમાં દાખલ કરવા સરકાર દ્વારા લેવાતી CET અને જ્ઞાન સાધના પરીક્ષા માટે સતત શિક્ષકો પર પ્રેશર કરવામાં આવે છે. એકબાજુ શિક્ષકોને વર્ગમાં રહેતા નથી દેવા અને બીજીબાજુ CET અને જ્ઞાન સાધનની પરીક્ષામાં વિદ્યાર્થીઓ મેરીટમાં ન આવ્યા હોય એવી શાળાઓને તાલુકા પાથમિક શિક્ષણાધિકારી મારફત નોટીસો અપાવી. ત્યારબાદ શિક્ષકો પર ઝાડવા વાવવાનું પ્રેશર કર્યુ અને શિક્ષકોએ બાળકોને ભણાવવાનું છોડી ઝાડ વાવ્યા. આ ઝાડ વાવવાનો કાર્યક્રમ પૂર્ણ થયો ત્યાં રાષ્ટ્રીય મેલેટરી દહેરાદુર દ્વારા લેવાતી પરીક્ષામાં ગુજરાત રાજયનો કોટો માત્ર એક સીટ હોવા છતાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા શિક્ષકોને વધુમાં વધુ ફોર્મ ભરવાનો ફતવો આપવામાં આવ્યો છે.

હાલમાં વળી જીલ્લા વિકાસ અધિકારીને નવો તુકકો સુજયો સ્ટાફ સિલેક્શન કમિશન અને રેલવે દ્વારા ભરતી આવી હોય, પ્રાથમિક શિક્ષકોને ધો.૧૦ અને ધો.૧૨ પાસ વિદ્યાર્થીઓને શોધી શોધીને ફોર્મ ભરાવવા અને દ૨રોજ કેટલા ફોર્મ ભર્યા એની માહિતી આપવી, આમ શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવવાનું મુળ કામ છોડી શિક્ષણ સિવાયના કામો કરવાથી શિક્ષકો ત્રાંસી ગયા છે, કંટાળી ગયા છે, શિક્ષકો પાસે બી.એલ.ઓ. નું તો કામ છે જ. એમાંય વળી આવા વધારાના કામોથી શિક્ષકોનું મોરલ દિવસે દિવસે તુટી રહયું છે અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થઈ રહયા છે.






Latest News