માળીયા (મી)ના વાગડિયા ઝાપા પાસે છોકરાઓની માથાકૂટ બાદ મારામારી-ફાયરિંગ: એકનું મોત, સાત ને ઇજા
મોરબીમાં ટંકારાના ધારાસભ્ય દ્વારા આયોજીત ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું કૃષિમંત્રીના હસ્તે કરાયુ ઉદ્ઘાટન
SHARE
મોરબીમાં ટંકારાના ધારાસભ્ય દ્વારા આયોજીત ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું કૃષિમંત્રીના હસ્તે કરાયુ ઉદ્ઘાટન
મોરબી જિલ્લામાં રમત ગમત ક્ષેત્રે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ઝળકી શકે તેવી આગણિત પ્રતિભાઓ છે. ત્યારે ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીના આંગણે ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે અને તેનું ઉદ્ઘાટન રાજીના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું અને કૃષિમંત્રીએ આગમી સમયમાં ભારતમાં ઓલમ્પિક રમવાની છે તેના માટે ખેલાડીઓ અત્યારથી જ પ્રોત્સાહન મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
સામાની રીતે ગુજરાત અન ભારતમાં લોકોમાં ક્રિકેટનો ક્રેઝ વધુ જોવા મળે જો અને આપની જે રમતો હતો તે વિસરાઈ રહી છે છે ત્યારે કબડ્ડીમાં યુવાનો તેનું કેરિયર બનાવે તેની ભાવના સાથે મોરબી જિલ્લાના ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ ચાર દિવસીય ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું મોરબીના જોધપર ખાતે આવેલ કડવા પાટીદાર ભવનમાં આયોજન કર્યું છે અને આજે તેનો પ્રારંભ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા રમશે ગુજરાત અને જીતશે ગુજરાત તેમજ ખેલ મહાકુંભ શરૂ કરેલ જેનાથી લાખો ખેલાડીઓને રમત ગમતના ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટેની તક મળી છે. ત્યારે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરણાથી દુલર્ભજીભાઈ દેથરીયાએ જે ચાર દિવસની ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી ઘણા ખેલાડીઓને કબડ્ડીમાં પણ આગળ વધવા માટેની તક મળશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી અને તો દુલર્ભજીભાઈ દેથરીયાએ જણાવ્યુ હતું કે, ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટમાં મોરબી, સુરત, ખેડા, સુરત-રૂરલ, તાપી, આંણદ, વડોદરા, ગાંધીનગર સહિત 10 જિલ્લામાંથી 10 ટીમોએ ભાગ લીધેલ છે અને આ તકે ભારતીય મહિલા ઇન્ટરનેશનલ ખેલાડી રીતુ નેગી અને સાક્ષીકુમારી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા અને કે.એસ.અમૃતિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ સહિતના હાજર રહ્યા હતા