મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી મોરબીમાં કાલે ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર કરનારા મોરબી જિલ્લાના ટંકારાના રહેવાસી પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘન જીવામૃત-જીવામૃતના વપરાશની માર્ગદર્શિકા જાહેર હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાગડિયા ઝાપા પાસે છોકરાઓની માથાકૂટ બાદ મારામારી-ફાયરિંગ: એકનું મોત, સાત ને ઇજા


SHARE





























માળીયા (મી)ના વાગડિયા ઝાપા પાસે છોકરાઓની માથાકૂટ બાદ મારામારી-ફાયરિંગ: એકનું મોત, સાત ને ઇજા

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર ફાયરિંગની ઘટનાઓ જાણે કે સામાન્ય બની ગઈ હોય તે રીતે થોડા સમય પહેલા મોરબી નજીકના સનાળા ગામ પાસે હોટલના ગ્રાઉન્ડની અંદર ફાયરિંગની ઘટના બની હતી અને ત્યારબાદ આજે સાંજના સમયે માળિયા મીયાણા શહેરમાં આવેલ વાગડીયા ઝાપા પાસે છોકરાઓની માથાકૂટ થઇ હતી અને તે માથાકૂટમાં બે પરિવાર સામ સામે આવી ગયા હતા અને ત્યારબાદ બંને પક્ષેથી ફાયરિંગ કરવામાં આવ્યા છે જે બનાવમાં કુલ મળીને સાત વ્યક્તિને ઇજા થયેલ છે તે પૈકીનાં હૈદર જેડા નામના વ્યક્તિનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજયું હતું અને સાત જેટલા ઇજાગ્રસ્તો સારવારમાં છે તેવી ચર્ચાઓ થઈ રહી છે અને આ ઘટના બન્યા બાદ સમગ્ર માર્કેટ બંધ કરવી દેવામાં આવેલ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા શહેરમાં આવેલ વાગડીયા ઝાપા પાસે ફાયરિંગની ઘટના બની હતી અને આ ઘટનામાં નૂરમામદ ફારુક જામ (15), અલી ઉમર જેડા (30), હૈદર જેડા, સિકંદર જેડા અને ખમીશા જેડા સહિત કુલ સાત જેટલા લોકોને ઇજા થયેલ છે જેથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર મળે તે પહેલા હૈદર જેડા નામના વ્યક્તિનું મોત નીપજયું હતું અને ઇજા પામેલા લોકોને સારવાર માટે પ્રથમ માળિયા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે

વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે માળીયાના વાગડીયા ઝાપા પાસે જેડા અને જામ પરિવારના છોકરાઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ બંને પક્ષેથી લાકડાના ધોકા વડે મારામારી કરવામાં આવી હતી અને છેલ્લે બંને પક્ષેથી ફાયરિંગ કરવામાં આવ્યા છે તેવી ચર્ચા હાલમાં ચાલી રહી છે જોકે ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને અન્ય કોઈ ઘટના કે દુર્ઘટના માળિયા શહેરમાં ન બને તે માટે થઈને મુખ્ય બજાર બંધ કરી દેવામાં આવી છે

વધુમાં મળી રહેલા માહિતી મુજબ અંદાજે 10 જેટલા લોકો હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને છરી તેમજ બંદુક વડે હુમલો કરવામાં આવેલ હતી અને આ ઘટનામાં એકનું મોત થયેલ છે જેથી કરીને મારા મારીનો બનાવ હત્યામાં પલટાયો છે. અને માળીયામાં પોલીસ સ્ટેશનની નજીકના જ વિસ્તારમાં આ ઘટના બનેલ છે જેથી કરીને પોલીસની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. જો કે, હાલમાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે છે. અને માળિયા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં  આવ્યો છે














Latest News