મોરબીના સર્વે રઘુવંશી ભાઈઓ-બહેનો જોગ : મોરબી લોહાણા મહાજન વાડી અંગે શ્રી લોહાણા મહાજન-મોરબીની યાદી
SHARE
મોરબીના સર્વે રઘુવંશી ભાઈઓ-બહેનો જોગ મોરબી લોહાણા મહાજન વાડી અંગે શ્રી લોહાણા મહાજન-મોરબીની યાદી
શ્રી લોહાણા મહાજન-મોરબીની કારોબારી સમિતી દ્વારા મોરબી સુધારા વાડી શેરી સ્થિત શ્રી લોહાણા મહાજન વાડી અંગે વિચારણા કરવા મા આવી રહી છે. જે અંતર્ગત બે વિકલ્પો ની વિચારણા થઈ રહી છે. જે અંગે સમસ્ત લોહાણા સમાજ ના ભાઈઓ-બહેનોએ તા.૧૧-૧૧-૨૦૨૧ ગુરુવાર સુધીમા પોતાનો અભિપ્રાય લેખિત સ્વરૂપે શ્રી લોહાણા મહાજન વાડી- સુધારાવાડી શેરી ખાતે પહોંચાડવા વિનંતી.
૧. સુધારા વાડી શેરી સ્થિત શ્રી લોહાણા મહાજન વાડી નુ સંપૂર્ણ બાંધકામ અત્યાધુનિક રીતે નવેસર થી બનાવવુ. જેમા ગ્રાઉન્ડ ફ્લોર પર આશરે ૧૦ હજાર ફુટ જેટલુ વિશાળ પાર્કીંગ તેમજ ઉપર બે માળ જેટલુ અત્યાધુનિક બાંધકામ, જેમા વિશાળ એ.સી. હોલ, વિવિધ સુવિધાઓથી સુસજ્જ રૂમ, રસોડું તેમજ જમણવાર વિભાગ સહીત નુ બાંધકામ.
૨. સુધારા વાડી શેરી સ્થિત વાડી વેંચાણ અથવા ભાડે થી આપી, વાડી ને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરી પાર્ટી પ્લોટ જેવી સુવિધા ઉપલબ્ધ બનાવવી.
શ્રી લોહાણા મહાજન-મોરબી ની કારોબારી સમિતી દ્વારા મોરબી સુધારા વાડી શેરી સ્થિત શ્રી લોહાણા મહાજન વાડી અંગે વિચારણા કરવા મા આવી રહી છે. જે અંતર્ગત બે વિકલ્પો ની વિચારણા થઈ રહી છે. જે અંગે સમસ્ત લોહાણા સમાજના ભાઈઓ-બહેનોએ તા.૧૧-૧૧-૨૦૨૧ ગુરુવાર સુધી મા પોતાનો અભિપ્રાય લેખિત સ્વરૂપે શ્રી લોહાણા મહાજન વાડી- સુધારાવાડી શેરી ખાતે પહોંચાડવા વિનંતી.
અભિપ્રાય માત્ર લેખિતમા આપવા વિનંતી. ફોન દ્વારા અથવા સોશિયલ મિડીયા દ્વારા અભિપ્રાય કાયદાકીય દ્રષ્ટીએ માન્ય રહેશે નહીં.તેમ નરેન્દ્રભાઈ રાચ્છ-મંત્રી શ્રી લોહાણા મહાજન-મોરબી. નિર્મિતભાઈ કક્કડ-કન્વીનર શ્રી લોહાણા મહાજન-મોરબી.મોરબી ના દરેક રઘુવંશીઓ સુધી માહીતી પહોંચાડવા વિનંતી. આપનો કીંમતી અભિપ્રાય જ્ઞાતિ વિકાસ માટે અમુલ્ય રહેશે