મોરબીમાં થરી માહેશ્વરી સમાજ દ્રારા સર્વેપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો ૧૭ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે
SHARE
મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો ૧૭ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે
મોરબી તાલુકાના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારનો ૧૭ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે. નારણકા ગામે સમસ્ત મેરજા પરિવાર દ્વારા પરંપરા મુજબ દર વર્ષે વાર્ષિક પાટોત્સવ યોજાઇ છે. જેમાં આગામી તા.૧૧ ના રોજ બહુચરાજી માતાજી મંદિર નારણકા ખાતે ૧૭ મો પાટોત્સવ યોજાનાર છે. પાટોત્સવમાં તા.૧૦ ના સાંજે ૭ કલાકે શોભાયાત્રા, રાત્રે ૧૦ કલાકે રાસ ગરબા, તા.૧૧ ને ગુરૂવારના મહાયજ્ઞ, બપોરે ૨ કલાકે બીડું હોમવામાં આવશે.આ તકે યજ્ઞના યજમાન તરીકે સન્નીભાઈ બ્રિજેશભાઈ મેરજા, રીન્કુબેન સન્નીભાઈ મેરજા તથા ચેતનભાઇ દેવકરણભાઈ મેરજા, હિરલબેન ચેતનભાઇ મેરજા સાતક બેસશે.