મોરબી જિલ્લા કોળી સમાજ કાલે મિટિંગ યોજાશે: મોરબીમાં કાલે નેચરલ વસ્તુઓનું રાહતદારે વેચાણ કરાશે
મોરબીમાંથી 3.195 કિલો ગ્રામ પોસ ડોડાના જથ્થા સાથે એસઓજીની ટીમે વૃદ્ધની કરી ધરપકડ
SHARE









મોરબીમાંથી 3.195 કિલો ગ્રામ પોસ ડોડાના જથ્થા સાથે એસઓજીની ટીમે વૃદ્ધની કરી ધરપકડ
મોરબીના જુદા જુદા વિસ્તારોમાં નશાકારક પદાર્થોનું વેચાણ ખુલ્લેઆમ થતું હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી છે આટલું જ નહીં પરંતુ ડુપ્લીકેટ દારૂની ફેક્ટરીઓ, નસીલા સીરપની બોટલોના મોટા જથ્થા પણ મોરબીના જુદા જુદા વિસ્તારમાં પકડાયા છે તેવામાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ દરગાહ પાસેથી 3.195 કિલો ગ્રામ પોસ ડોડા સાથે પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરી છે અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જુના બસ સ્ટેશનની પાછળના ભાગમાં વાવડી રોડ ઉપરની દરગાહ નજીક રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી 3.195 કિલો ગ્રામ પોસ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે પોસ ડોડાનો જથ્થો અને વજન કાંટો મળીને 10,085 રૂપિયાની કિંમતની મુદ્દામાલને કબજે કરેલ છે અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુમા કરીમભાઈ ચૌહાણ (75) રહે. જુના બસ સ્ટેશનની પાછળ વાવડી રોડ મોરબી વાળાની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સી.એમ. કરકરને તપાસ સોંપવામાં આવી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ પોસડોડાનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
મારા મારીમાં ઇજા
ટંકારાના અમરાપર રોડ ઉપર રહેતા ભાવેશભાઈ રમેશભાઈ દંતેસરિયા (17) નામના યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર ગામ પાસે આવેલ શક્તિ ટાઉનશિપમાં રહેતા જીવાણી સુંદરજીભાઈ શામજીભાઈ (64) નામના વૃદ્ધ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે ઘુનડા રોડે તેના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા બંને પગમાં ઈજા થઈ હતી. જેથી તે વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
કુતરાએ બચકું ભર્યું
માળીયા મીયાણામાં રહેતા હનીફભાઈ ભટ્ટીના 4 વર્ષના દીકરા લતીફ ભટ્ટી તેના ઘર પાસે હતો ત્યારે ત્યાં કૂતરું કરડી ગયું હતું જેથી કરીને તે બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલમાં મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
